• NIFTYએ હવે 3 દિવસ 16504 પોઇન્ટની સપાટી જાળવી રાખવી અત્યંત જરૂરી
  • સેન્સેક્સે 3 જૂનની ઇન્ટ્રા-ડે 56000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ગુમાવી
  • તમામ સેક્ટોરલ્સમાં 1 ટકાથી નીચી વોલેટિલિટી, માત્ર સ્ટોક સ્પેસિફિક એપ્રોચ

16600 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ સપાટી તા. 3 જૂનના રોજ નોંધાવી ત્યારે જ અત્રેથી જણાવ્યું હતું કે જો નિફ્ટી 16600 પોઇન્ટની સપાટી સળંગ ત્રણ દિવસ જાળવી રાખે તો જ સુધારાની મોમેન્ટમ શરૂ થયાનો સંકેત સમજવો. મેક્રો ઇકોનોમિક ફન્ડામેન્ટલ્સ તેમજ ટેકનિકલ્સ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે, મોટાભાગના ફેકટર્સ માર્કેટના સુધારા માટે અંતરાયરૂપ બની રહ્યા છે. જેમાં આરબીઆઇની વ્યાજદરની બેઠક, મહારાષ્ટ્રમાં ફરી વકરી રહેલા કોરોનાના પગલે નવા કડક નિયંત્રણોની દહેશત અને ઓબવિયસલી એફઆઇઆઇની એકધારી વેચવાલી તેમજ સતત વધી રહેલી ડોલર ડિમાન્ડના કારણે નબળો પડી રહેલો રૂપિયો અને રૂપિયાના કારણે મોઘું પડી રહેલું સતત વધી રહેલું ઇન્ટરનેશનલ ક્રૂડ.

આજે સવારે પ્રિ- ઓપનિંગ માર્કેટ/ સ્ટોક સ્ટ્રેટેજીમાં પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે, નિફ્ટી માટે નજીકની સપોર્ટ લાઇન 16584- 16504 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લાઇન 16729- 16875 પોઇન્ટ રહેશે. તેજ રીતે બેન્ક નિફ્ટી માટે પણ સપોર્ટ લાઇન 35275- 34981 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લાઇન 35674- 36253 પોઇન્ટ રહેશે.

તે મુજબ નિફ્ટી ઉપરમાં 16610.95 પોઇન્ટ અને નીચામાં 16444.55 પોઇન્ટની સપાટી વચ્ચે રમી છેલ્લે 16569.55 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. આશાનું કિરણ એકમાત્ર એ છે કે, નિફ્ટીએ 16504 પોઇન્ટનું લેવલ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન પણ જાળવી રાખ્યું છે.

સોમવારની બજાર સ્થિતિની વાત કરીએ તો સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે 450 પોઇન્ટ સુધી ઘટ્યા બાદ થોડી રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ છેલ્લે 93.91 પોઈન્ટ ઘટાડા સાથે 55675.32 બંધ રહ્યો હતો. નિફ્ટી 14.75 પોઇન્ટ ઘટી 16569.55 પોઇન્ટ બંધ રહ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો નજીવી રેન્જમાં અથડાયા બાદ 77.64 બંધ રહ્યો હતો. એશિયન બજારના મિશ્ર સંકેતોને પગલે ભારતીય બજારો નકારાત્મકમાં ખુલ્યા હતા. જોકે, બપોરે માર્કેટ ગ્રીન ઝોનમાં પ્રવેશ્યું હતું. પરંતુ લાંબો સમય ટકી શક્યું નહોતું. સ્મોલકેપ 0.54 ટકા જ્યારે મિડકેપ 0.15 ટકા ઘટ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં રિયલ્ટીમાં 0.87 ટકા, કેપિટલ ગુડ્સ 0.53 ટકા અને ટેલિકોમ 0.31 ટકા ઘટ્યા હતા. જ્યારે મેટલ 0.72 ટકા, ઓઇલ એન્ડ ગેસ 0.50 ટકા અને એનર્જી 0.41 ટકા સુધર્યા હતા.

સેન્સેક્સ પેકમાં ઘટ્યા

સેન્સેક્સ પેકમાં એશિયન પેઈન્ટ્સ 2.36 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, નેસ્લે ઈન્ડિયા, એલએન્ડટી, એક્સિસ બેન્ક બે ટકા સુધી ઘટ્યા હતા.

સેન્સેક્સ પેકમાં સુધર્યા

ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંક, M&M, ITC, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ફોસિસ વધ્યા હતા.

LICનું માર્કેટકેપ 5 લાખ કરોડની નીચે ઉતર્યું

એલઆઇસીનો શેર સોમવારે સતત પાંચમાં દિવસે ઘટવા સાથે તેનું માર્કેટકેપ રી. 5 લાખ કરોડની સપાટી નીચે ઉતરી ગયું છે. શેર 2.86 ટકા ઘટી રૂ. 777.40 બંધ રહ્યો હતો. જે લિસ્ટિંગ પછીનું સૌથી નીચું સ્તર છે. કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ. 491705.32 કરોડ થઇ ગયું છે. શેર તેની રૂ.949ની ઇશ્યૂ પ્રાઇસથી 18 ટકા નીચે છે.

આજેસેન્સેક્સ55675.32-93.91નિફ્ટી16569.55-14.75
માર્કેટબ્રેડ્થનેગેટિવટ્રેડેડ 3557સુધર્યા1373 38.60%ઘટ્યા2021 56.82%

FPI V/s DII લેણ વેચાણની સ્થિતિ

FPIનેટ વેચવાલી રૂ. 2397.65 કરોડ
DIIનેટ ખરીદી રૂ. 1940 કરોડ