અમદાવાદ, 2 ઓગસ્ટઃ અદાણી વિલમરે જૂન ત્રિમાસિકમાં રૂ. 79 કરોડની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ નોંધાવી છે. કંપનીએ ગત વર્ષે રૂ. 194 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કુલ આવક 12 ટકા ઘટી રૂ. 12928 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 14724 કરોડ હતી. અદાણી વિલ્મરના MD અને CEO, અંગશુ મલિકે જણાવ્યું હતું કે કંપની ચોક્કસ ભૌગોલિક વિસ્તારો અને ઓઇલ કેટેગરીઝ પર માર્કેટિંગ અને વેચાણ ફોકસ સાથે અન્ડર-ઇન્ડેક્સ્ડ ગ્રાહક સેગમેન્ટમાં પ્રાદેશિક બ્રાન્ડ્સ પાસેથી સારો હિસ્સો મેળવી રહી છે. અદાણી વિલ્મરે FY24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાદ્ય તેલના વ્યવસાયમાંથી આવકમાં 14 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો જે અગાઉના વર્ષના રૂ. 11,511 કરોડ હતો. સેગમેન્ટનું ટર્નઓવર રૂ. 2,353 કરોડથી 3 ટકા ઘટીને રૂ. 1,986 કરોડ થયું હતું. જોકે, ફૂડ અને એફએમસીજી સેગમેન્ટની આવક રૂ. 860 કરોડથી 28 ટકા વધીને રૂ. 1,097 કરોડ થઈ છે.

Adani Total Gasનો  Q1 નફો 9% વધી ₹150 કરોડ

અદાણી ટોટલ ગેસે નાણા વર્ષ 2023-24 (Q1FY24) માટે એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે, જેમાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફો ગત વર્ષની ₹138 કરોડની સરખામણીમાં 9 ટકા વધી ₹150 કરોડ નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી ગેસ વિતરકોની આવક ₹1,056.1 કરોડ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹1,042.3 કરોડની સરખામણીએ 1.3 ટકાનો નજીવો વધારો નોંધાવી છે. ઓપરેટિંગ મોરચે, જૂન ક્વાર્ટરમાં વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ (EBITDA) પહેલાં કંપનીની કમાણી ₹247.8 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹218.6 કરોડની સરખામણીએ 13.3 ટકાનો વધારો દર્શાવે છે. ઊંચા વોલ્યુમ, ખર્ચ ઑપ્ટિમાઇઝેશન અને સંતુલિત ભાવ વ્યૂહરચના જાળવી રાખવાને કારણે EBITDA વધ્યો હોવાનું કંપનીએ જણાવ્યું છે. અદાણી ટોટલ ગેસના ED અને CEO સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે એન્ડ ક્ન્ઝ્યુમર ક્લિન એનર્જીની પસંદગી વધારી રહ્યા છે. સરકાર તરફથી આવતા CGD ઉદ્યોગને સતત રચનાત્મક નીતિના સમર્થન સાથે, અમને વિશ્વાસ છે કે અમારા તમામ 33 ભૌગોલિક વિસ્તારોમાં CGD નેટવર્ક ફેલાવવામાં ઇન્ફ્રા નંબર અને વોલ્યુમમાં વધુ વૃદ્ધિને વેગ મળશે.