અમદાવાદ, 7 ઓગસ્ટઃ માર્કેટ ઓવરસોલ્ડ કન્ડિશનમાંથી ધીરેધીરે ઊભરી રહ્યું છે. યુએસ રેટિંગ અને અન્ય નેગેટિવ સમાચારોની અસર ઓસરી રહી છે. શુક્રવારે નિફ્ટીએ ફરી 19500 પોઇન્ટની રાહતની સપાટી હાંસલ કરી લીધી છે. ટેકનિકલી જોઇએ તો 19630 પોઇન્ટની એવરેજ અને 19300 પોઇન્ટની વચ્ચે નિફ્ટી હજી ઝોલા ખાઇ રહ્યો છે. તે જોતાં આઇધર ઓરની સ્થિતિ અનુસાર નિફ્ટી જે તરફની ચાલ નોંધાવે તેને ધ્યાનમાં રાખી માર્કેટમાં સ્ટોપલોસ સાથે સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. જોકે ડેઇલી ચાર્ટ ઉપર આરએસઆઇ ઉપરનો સંકેત આપે છે અને એવરેજીસની ક્રોસઓવર કન્ડિશન પણ પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપી રહ્યા છે.

BANK NIFTY OUTLOOK: SUPORT 44561- 44242, RESISTANCE 45158- 45437

45100નું લેવલ ક્રોસ કરીને હેવી વોલેટાઇલ રહેલો બેન્ક નિફ્ટી દોજી કેન્ડલ નજીક ઓપનિંગ સાથે પુલબેક દર્શાવે તેવી શક્યતા છે. જો 44300ની સપાટી તૂટે તો માર્કેટમાં નેગેટિવ મોમેન્ટમ જારી રહેવાની શક્યતા હાલના તબક્કે જણાય છે. લોઅર રેન્જથી આરએસઆઇ રિવર્સ્ડ જણાય છે. તે જોતાં થોડા બાઉન્સબેકની શક્યતા જણાય છે.

(Market lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)