પીપાવાવ, 9 ઓગસ્ટઃ APM ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ)નો 30 જૂન, 2023ના રોજ સમાપ્ત થયેલાં પ્રથમ ક્વાર્ટર માટે કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 14 ટકા વધીને રૂ. 678.26 મિલિયન થયો છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં રૂ. 593.39 મિલિયન હતો. સમીક્ષા હેઠળના પ્રથમ ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવકો રૂ. 2,149.18 મિલિયન નોંધાઇ છે, જે ગત વર્ષે સમાન સમયગાળામા રૂ. 2,065.53 મિલિયન હતી.  નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં ઇબીઆઇટીડીએ રૂ. 1,058.42 મિલિયન નોંધાયો છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં રૂ. 1,116.43 મિલિયન હતો. નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં ઇબીઆઇટીડીએ માર્જીન 49.25 ટકા નોંધાયું છે, જે અગાઉના વર્ષે 54.05 ટકા હતું. કન્ટેનર વોલ્યુમ 7 ટકા વધીને 199,000 ટીઇયુ, ડ્રાય બલ્ક વોલ્યુ 28 ટકા ઘટીને 0.67 મિલિયન એમટી, લિક્વિડ વોલ્યુમ 29 ટકા વધીને 0.26 મિલિયન એમટી તથા રો-રો હેઠળ વોલ્યુમ 118 ટકા વધીને 14,000 યુનિટ થયું છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં 6,000 યુનિટ હતું. નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં કન્ટેનર ટ્રેનનું સંચાલન 10.6 ટકા વધીને 523 થયું છે, જે અગાઉ 473 હતું.