Mother market (US) ટ્રેન્ડ નક્કી કરે અને Other Markets Follow કરે
સેન્સેક્સ 1457 પોઇન્ટ ગગડી 52900 નીચે, નિફ્ટી 427 ગગડી 15800 નીચે
સેન્સેક્સ 1457 પોઇન્ટ ગગડી 52900 નીચે, નિફ્ટી 427 ગગડી 15800 નીચે
- HC અને મેટલ ઇન્ડેક્સ વર્ષના તળિયે, સાત ઇન્ડેક્સ 3 ટકાથી વધુ ઘટ્યા
- બીએસઇઃ 90 સ્ક્રીપ્સ વર્ષની ટોચે, સામે 213 સ્ક્રીપ્સ વર્ષના તળિયે પહોંચી
- ડોલર સામે રૂપિયો 40 પૈસાના કડાકા સાથે 78.03ના ઐતિહાસિક તળિયે
- એક દિવસમાં બીએસઇ માર્કેટકેપમાં રૂ. 6.64 લાખ કરોડનું ધોવાણ થયું
નિફ્ટી 15700 તોડે તો 15400 સુધી ઘટી શકે
ટેકનિકલી નિફ્ટીએ 15900 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી ટેકાની સપાટી તોડી છે. હવે જો નિફ્ટી 15700 પોઇન્ટ પણ તોડશે તો માર્કેટમાં મંદી વકરવા સાથે 15500- 15400 પોઇન્ટ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.
બેન્ક નિફ્ટી માટે 32000 પોઇન્ટે ટકવું જરૂરી
બેન્ક નિફ્ટી પણ જો 33500 પોઇન્ટની અતિ મહત્વની ટેકાની સપાટી તોડે તો નીચામાં 32000 પોઇન્ટનું લેવલ દર્શાવે તેવી દહેશત બજાર નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.
” નિફ્ટી 14500 અને સેન્સેક્સ 50000 નીચે ના જાય તો કહેજો…”
“ બજારમાં હવે મંદીની આગાહીઓ કરનારા ટીડા જોશીઓ એવી વાત લાવ્યા છે કે, નિફ્ટી એકવાર તો 14500 પોઇન્ટની નીચે અને સેન્સેક્સ 50000 પોઇન્ટની નીચે ના જાય તો આપણને કહેજો…”
જૂના જમાનામાં એવું કહેવાતું કે, છીંક ધીરુભાઇ અંબાણીને આવે તો શરદી શેરબજારોને થઇ જાય!
નવા જમાનામાં એવું કહેવાય છે કે, Mother market (US) ટ્રેન્ડ નક્કી કરે અને Other Markets Follow કરે છે.
અર્થાત્ અમેરીકન શેરબજારોમાં સ્થાનિક કારણોસર થતી તેજી- મંદીને વૈશ્વિક શેરબજારો ફોલો કરે છે. 41 વર્ષની ટોચે પહોંચેલા ફુગાવાના કારણે યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા આક્રમક પોલિસી ટાઇટનિંગ તેમજ ઘરઆંગણે સીપીઆઇ ઇન્ફ્રલેશન ડેટા નેગેટિવ આવવાની દહેશત પાછળ શુક્રવારે યુએસ માર્કેટમાં એક તબક્કે 800 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. તેની પાછળ વૈશ્વિક અને વૈશ્વિક શેરબજારો પાછળ ભારતીય શેરબજારોમાં પણ સોમવારે ટાઢિયો તાવ આવી જાય તેવી સામાન્ય રોકાણકારોને થરથરાવતી મંદીનો ઠુઠવાતો વાયરો વાયો હતો. તેના કારણે સેન્સેક્સ 1457 પોઇન્ટ ગગડી 52900 નીચે, નિફ્ટી 427 ગગડી 15800 નીચે બંધ રહ્યા હતા. એટલું જ નહિં, હેલ્થકેર અને મેટલ ઇન્ડેક્સ વર્ષના તળિયે બેસી ગયા હતા. મંદીનું આક્રમણ એટલું જોરદાર હતું કે, બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3613 સ્ક્રીપ્સ પૈકી 80.29 ટકા સ્ક્રીપ્સના ભાવો ઘટ્યા હતા. સેન્સેક્સ 1456.74 પોઇન્ટના ઘટાડા સાથે 52846.70 પોઇન્ટની સપાટીએ જ્યારે નિફ્ટી-50 427.40 પોઇન્ટના ઘટાડા સાથે 15774.40 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 40 પૈસાના ઘટાડા સાથે 78.13 (ઇન્ટ્રા-ડે 78.25)ના ઐતિહાસિક તળિયે બેસી ગયો છે.
એફઆઇઆઇની આક્રમક વેચવાલી
વિદેશી નાણાકીય સંસ્થાઓની સોમવારે રૂ. 4164.01 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 2814.50 કરોડની નેટ ખરીદીનો ટેકો મંદીને ખાળવામાં નિષ્ફળ રહ્યો હતો.
કેલેન્ડર 2022 : સેન્સેક્સ 10 ટકા તૂટ્યો, રૂ. 24.30 લાખ કરોડ સ્વાહા
વિગત | 3 જાન્યુ.-22 | 13 જૂન-22 | ઘટાડો | ઘટાડો% |
સેન્સેક્સ | 58310 | 52847 | 5463 | -9.37% |
નિફ્ટી | 17387 | 15774 | 1612.75 | -9.28% |
માર્કેટ કેપ | 269.50 | 245.20 | 24.30 | -9.02% |
52 week low Indices
Index | Low | Close | Diff. | – % |
હેલ્થકેર | 21526 | 21607 | 424 | -1.92 |
મેટલ | 16918 | 17022 | -597 | -3.39 |
3 ટકાથી વધુ તૂટેલા Indices
ઇન્ડેક્સ | બંધ | ઘટાડો% |
સ્મોલકેપ | 25,043.33 | -3.15 |
ફાઇનાન્સ | 7,157.81 | -3.17 |
આઇટી | 28,381.96 | -3.92 |
બેન્કેક્સ | 38494 | -3.12 |
મેટલ | 17022 | -3.39 |
રિયાલ્ટી | 3089 | -3.06 |
ટેકનોલોજી | 12912 | -3.45 |
FPI વર્સસ DII (Rs. Cr.)
FPI | – 4164.01 | DII | +2814.50 | ||||
માર્કેટબ્રેડ્થ નેગેટિવ | ટ્રેડેડ 3613 | સુધર્યા | +600 (+16.61%) | ઘટ્યા–2901 (80.29%) | |||
એલઆઇસી લિસ્ટિંગ લોલીપોપઃ 20માંથી 16 સેશનમાં તૂટ્યો
એલઆઇસીનો શેર લિસ્ટિંગ થયા પછીના સળંગ 20 ટ્રેડિંગ સેશન્સમાંથી 16 ટ્રેડિંગ સેશન્સ દરમિયાન તૂટ્યો છે. જેના કારણે જે રીતે રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ સમજીને ઇન્સ્યોરન્સ ખરીદતાં હતા તેવી દશા આઇપીઓમાં શેર્સ મેળવનારા શેરધારકોની થઇ રહી છે. કંપનીનું માર્કેટકેપ અત્યારસુધીમાં રૂ. 1.7 લાખ કરોડ તૂટી ચૂક્યું છે.
એલઆઇસીની આજની ચાલ
ખુલી | 690.65 |
વધી | 691.40 |
ઘટી | 666.90 |
બંધ | 668.20 |
ઘટાડોરૂ. | 41.50 |
ઘટાડો(ટકા) | 5.85 |