હાઇ-ગ્રીન કાર્બનનો SME IPO 20 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.71-75
ક્ષમતા બમણી કરવા ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્ત
IPO ખૂલશે | 21 સપ્ટેમ્બર |
IPO બંધ થશે | 25 સપ્ટેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ. 10 |
પ્રાઇસબેન્ડ | રૂ. 71-75 |
લોટ | 1700 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 77040000 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 52.80 કરોડ |
લિસ્ટિંગ | NSE ઇમર્જ |
અમદાવાદ, 18 સપ્ટેમ્બર: રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ ઓફ એનર્જીની ફ્લેગશીપ કંપની હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડ તા. 20 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 71-75ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના એસએમઇ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 25 સપ્ટેમ્બરે બંધ થશે. શેર્સનું લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર પોર્શન બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે. નવો પ્રોજેક્ટ સ્થાપવા ઉપરાંત શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે. કંપની બુક-બિલ્ડિંગ રૂટથી 70.40 લાખ ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 10) ઓફર કરશે, જેમાં 59.90 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને 10.50 લાખ ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ સામેલ છે. એન્કર પોર્શનમાં 19.84 લાખ ઇક્વિટી શેર્સ સામેલ છે, જ્યારે કે માર્કેટ મેકર માટે 4.21 લાખ ઇક્વિટી શેર્સ છે. એનઆઇઆઇ, ક્યુઆઇબી અને રિટેઇલ હિસ્સો અનુક્રમે 9.94 લાખ, 33.07 લાખ અને 23.17 લાખ છે. લોટ સાઇઝ 1600 શેરનો છે. પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપનું પ્રી-આઇપીઓ શેરહોલ્ડિંગ 100 ટકા છે, જે ઇશ્યૂ બાદ ઘટીને 71.83 ટકા થઇ જશે.
કંપનીની કામગીરી અને ભાવિ વિસ્તરણ કાર્યક્રમ
મહારાષ્ટ્રના ધુલે ખાતે નવા ઇન્ટિગ્રેટેડ પ્લાન્સના પ્રારંભ સાથે તેની ઉત્પાદન ક્ષમતા 100 ટીપીડીથી બમણી કરીને 200 ટીપીડી કરશે. કંપની રાજસ્થાનના ભીલવાડામાં 56,500 ચોરસ મીટર વિસ્તારમાં પહેલેથી જ 100 ટીપીડીની અદ્યતન, ઇન્ટિગ્રેટેડ અને સંપૂર્ણ ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ સુવિધા ધરાવે છે. કંપનીએ પ્રોજેક્ટ માટે પહેલેથી જ 21,500 ચોરસ મીટર જમીન હસ્તગત કરી લીધી છે.
કંપનીનો ઇતિહાસ અને પ્રમોટર્સ
હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડ ગુજરાતના રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ એનર્જીનો હિસ્સો છે તથા તેને વર્ષ 2011માં અમિતકુમાર હસમુખરાય ભાલોડી અને ડો. શૈલેષભાઇ માકડિયા પરિવાર દ્વારા પ્રમોટ કરાઇ હતી. હાઇ-ગ્રીન કાર્બન વેસ્ટ ટાયર રિસાઇકલિંગના બિઝનેસમાં કાર્યરત છે. તેની મુખ્ય પ્રોડક્ટ્સમાં રો મટિરિયલ કેટેગરી હેઠળ રિકવર્ડ કાર્બન બ્લેક (આરસીબી) અને સ્ટીલ વાયર્સ, એનર્જી કોમ્પોનન્ટ્સ કેટેગરી હેઠળ ફ્યુઅલ ઓઇલ અને સિન્થેસિસ ગેસ સામેલ છે.
લીડ મેનેજર્સઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ ઓફરના બુક-રનિંગ લીડ મેનેજર છે તથા લિંક ઇનટાઇમ ઓફરના રજીસ્ટ્રાર રહેશે.
કંપનીની નાણાકીય કામગીરી (રૂ. લાખમાં)
Period | Mar21 | Mar22 | Mar23 |
Assets | 3,310.91 | 3,424.36 | 4,387.83 |
Revenue | 2,429.39 | 5,113.95 | 7,903.90 |
PAT | 9.59 | 367.95 | 1,084.78 |
Net Worth | 806.28 | 1,174.23 | 2,259.02 |
Reserves | -1,093.72 | -725.77 | 359.02 |
Borrowing | 1,783.10 | 1,586.70 | 1,362.19 |