એમ્બેસેડર એડમ ગિલક્રિસ્ટ સાથે ઈન્ડિયા આઈડેન્ટિટી રજૂ કરી

ભારતમાં પ્રથમ વર્ષે 500થી વધુ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં એજ્યુકેશન મેળવી શકશે

ઓસ્ટ્રેલિયા, દુબઇ, મલેશિયા કે હોંગકોંગ ખાતેના UOW કેમ્પસમાં અભ્યાસનો વિકલ્પ મળશે

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ (UOW) ઓસ્ટ્રેલિયાએ આજે ​​ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ગાંધીનગર ખાતે તેની UOW ઈન્ડિયા આઈડેન્ટિટી લોન્ચ કરી હતી, જે ભારતમાં ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ (IBC) ધરાવતી પ્રથમ વિદેશી યુનિવર્સિટીઓમાંની એક બનવા તરફ આગળ વધી રહી છે.

આ સીમાચિહ્નના પ્રસંગે UOWના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ તેમજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પ્રેસિડેન્ટ પ્રોફેસર પેટ્રિસિયા એમ. ડેવિડસન ઉપસ્થિત રહ્યા હતા. આ ઈન્ડિયન આઈડેન્ટિટી યુનિવર્સિટીની દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને UOW ગિફ્ટ સિટી ટીચિંગ બેઝની સ્થાપના માટેનું ચરણ છે, જે ટૂંક સમયમાં ભારતીયોને ઓસ્ટ્રેલિયન ડિગ્રી ઓફર કરશે.

UOW ઈન્ડિયા આઈડેન્ડિટીના અનાવરણ પ્રસંગે, પ્રોફેસર ડેવિડસને વીસી લીડરશિપ સ્કોલરશિપ ઈન્ડિયા મેળવનારની જાહેરાત કરી હતી. બેંગલુરુના 17 વર્ષના ચૈતન્ય વિશ્વજીત અંબિકે આ વર્ષની સ્કોલરશિપ મેળવી છે અને તે ફેબ્રુઆરી 2024માં શરૂ થતા UOW ખાતે બેચલર ઓફ મેથેમેટિક્સ એડવાન્સ્ડનો અભ્યાસ કરશે.

વૈશ્વિક હાજરી ધરાવતી યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા, દુબઈ, મલેશિયા અને હોંગકોંગમાં સફળતાપૂર્વક કેમ્પસ ચલાવી રહી છે. તે વર્ષ 2024માં કમ્પ્યૂટિંગમાં ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ અને કમ્પ્યૂટિંગમાં માસ્ટર્સ (ડેટા એનાલિટિક્સ) સાથે તેની ભારતમાં કામગીરી શરૂ કરશે અને ત્યારબાદ અન્ય અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ શરૂ કરશે. સોફ્ટવેર ડેવલપમેન્ટ, એડવાન્સ મેડિસીન સોલ્યુશન્સ, મોલેક્યુલર અને લાઈફ સાયન્સીસ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, સાયબર સિક્યુરિટી અને માઈનિંગ ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સંશોધન અને શૈક્ષણિક સહયોગ માટે UOW પહેલાથી જ 30થી વધુ ભારતીય યુનિવર્સિટીઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે એમ પ્રોફેસર ડેવિડસને જણાવ્યું હતું.

“ટાટ કેપિટલ-UOW ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા, UOW અને ટાટ કેપિટલ નૈતિક અને જવાબદાર ફિનટેક પ્રેક્ટિસને પ્રોત્સાહન આપતી તકો પ્રદાન કરવા અને ગિફ્ટ સિટીમાં સ્ટોક એક્સચેન્જોમાંથી પ્રાપ્ત હાઈ ફ્રિકવન્સી ડેટાનો ઉપયોગ કરીને વિશ્વ સ્તરીય રિસર્ચ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે” એમ ટાટ કેપિટલના ફાઉન્ડર અને સીઈઓ રામ ગોરલામંડલાએ જણાવ્યું હતું.

UOW વિશ્વભરની ટોચની 1% યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે, જે વિશ્વ કક્ષાના શિક્ષણ અને અભૂતપૂર્વ રિસર્ચ માટે સંસ્થાની પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે. UOW પાસે નવ ઓસ્ટ્રેલિયન કેમ્પસ, અનેક ઓફશોર કેમ્પસ અને ટીચિંગ લોકેશન્સ તથા 45 દેશોમાં 400થી વધુ પાર્ટનર્સ છે.