સેન્સેક્સમાં 3 દિવસમાં 1609 પોઇન્ટનું હેવી કરેક્શન, નિફ્ટી 19800 પોઇન્ટની નીચે
સેન્સેક્સ 3 દિવસમાં 1609 પોઇન્ટ તૂટ્યો
Date | Open | High | Low | Close |
15/9/23 | 67660 | 67927 | 67614 | 67839 |
18/9/23 | 67665.58 | 67803 | 67533 | 67597 |
20/9/23 | 67080 | 67294 | 66728 | 66801 |
21/0/23 | 66609 | 66609 | 66129 | 66230 |
મુંબઇ, 21 સપ્ટેમ્બરઃ 3 જ દિવસમાં 1609 પોઇન્ટના હેવી કરેક્શન સાથે સેન્સેક્સની 68000 પોઇન્ટ તરફની આગેકૂચમાં અંતરાય આવી ચૂક્યો છે. હેવી સેલિંગ પ્રેશર અને એફઆઇઆઇની અઢળક વેચવાલી વચ્ચે બીએસઇ સેન્સેક્સ આજે પણ વધુ 570.60 પોઇન્ટના ઘટાડા સાથે 66230.24 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી વધુ 159.05 પોઇન્ટના ઘટાડા સાથે 19800 પોઇન્ટની સપાટી તોડી 19742.35 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
યુએસ ફેડરલ રિઝર્વે તેની પોલિસી મીટિંગમાં યથાસ્થિતિ જાળવી રાખ્યા પછી 21 સપ્ટેમ્બરના રોજ સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સતત ત્રીજા દિવસે ઘટીને બંધ રહ્યા હતા પરંતુ વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેશે તેવો સંકેત આપ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચાણ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ચિંતાનો વિષય રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં નબળાઈના કારણે દલાલ સ્ટ્રીટ પર પણ મૂડ પાછો ફર્યો હતો. વિદેશી ફંડનો પ્રવાહ વિલંબિત, યુએસ ડૉલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ રોકાણકારોને અસ્વસ્થ બનાવે છે તેવું બજાર પંડિતો જણાવી રહ્યા છે. સતત ઘટાડાની ચાલના કારણે રોકાણકારોની મૂડી (બીએસઇ માર્કેટકેપ) રૂ. 2.61 લાખ કરોડથી વધુ ઘટી રૂ. 317.90 લાખ કરોડની સપાટીએ રહ્યું હતું.
BSE GAINERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Ch. |
KSB | 3,133.40 | +385.65 | +14.04 |
EKI | 691.50 | +63.70 | +10.15 |
NAVA | 450.20 | +37.90 | +9.19 |
GAEL | 296.90 | +20.15 | +7.28 |
SYRMA | 541.40 | +22.45 | +4.33 |
BSE LOSERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Change |
SJVN | 71.08 | -10.67 | -13.05 |
GRNLAMIND | 427.80 | -29.90 | -6.53 |
CRESSANPP | 13.37 | -0.90 | -6.31 |
DBREALTY | 162.40 | -10.70 | -6.18 |
NHPC | 52.33 | -3.24 | -5.83 |
બીએસઇ માર્કેટબ્રેડ્થ 64.22 ટકા નેગેટિવ
વિગત | ટ્રેડેડ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3793 | 1230 | 2436 |
સેન્સેક્સ | 30 | 6 | 24 |