ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: હમાસે દિલ્હીમાંથી 4 કરોડના બિટકોઇન્સ ચોર્યા, 3 આતંકવાદી જૂથોને ક્રિપ્ટોમાં મોટાપાયે ફંડિંગ
નવી દિલ્હી, 11 ઓક્ટોબરઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ક્રિપ્ટોકરન્સી ચોરીના કેસની તપાસ કરી રહી છે, જ્યાં પશ્ચિમ દિલ્હીના એક વેપારીના ક્રિપ્ટો વૉલેટમાંથી લગભગ 4 કરોડ રૂપિયાની ચોરી થઈ હતી. ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે આતંકવાદી જૂથો દ્વારા સંચાલિત શંકાસ્પદ વોલેટ્સ વિશેની માહિતી શેર કરતાં જાણવા મળ્યુ છે કે, ચોરાયેલી ક્રિપ્ટો સંપત્તિ હમાસની સાયબર આતંકવાદ વિંગ દ્વારા સંચાલિત વૉલેટમાં ટ્રાન્સફર થઈ છે. હમાસ દ્વારા હેકિંગના નવા પ્રયાસોને લઈને ગુપ્તચર એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
પશ્ચિમ દિલ્હીના એક બિઝનેસમેનના ક્રિપ્ટો વોલેટમાંથી લગભગ 4 કરોડ રૂપિયાના બિટકોઈન ચોરી થયા હતા. જેની તપાસ કરતી પોલીસ વોલેટના IDને ટ્રેસ કરવામાં અસક્ષમ હતી, જેમાં તેને એન્ડ યુઝર્સને ટ્રેક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે ઇઝરાયેલ દ્વારા સંચાલિત શંકાસ્પદ વોલેટ વિશે માહિતી શેર કરી ત્યારે આ કેસમાં સફળતા મળી હતી.
હુમલાના એક વર્ષ અગાઉ, ત્રણ આતંકવાદી જૂથો – હમાસ, પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ અને તેમના લેબનીઝ સંલગ્ન હિઝબોલ્લાહને ક્રિપ્ટોમાં મોટાપાયે ફંડિંગ થઈ રહ્યુ હોવાના અહેવાલો ઇઝરાયેલી સરકારના જપ્તી ઓર્ડર અને બ્લોકચેન એનાલિટિક્સે આપ્યા હતા.
ક્રિપ્ટો રિસર્ચર એલિપ્ટિકના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે PIJ સાથે જોડાયેલા ઇઝરાયેલી અધિકારીઓએ આ વર્ષે ઓગસ્ટ 2021 અને જૂન વચ્ચે ક્રિપ્ટોમાં $93 મિલિયન સુધીના ડિજિટલ-ક્રિપ્ટો વોલેટ્સ એક્સેસ કર્યા હતા. તેલ અવીવ સ્થિત BitOK, અન્ય ક્રિપ્ટો એનાલિટિક્સ અને સોફ્ટવેર ફર્મના સંશોધન મુજબ, હમાસ સાથે જોડાયેલા વોલેટ્સને તે જ સમયગાળામાં લગભગ $41 મિલિયન વધુ મળ્યા હતા.