ઝોમેટો, પેટીએમ, નાયકા (Nykaa) જેવા ન્યૂ એજ ટેક સ્ટૉક્સમાં જંગી ઘટાડા વચ્ચે…..

તાજેતરમાં જ લિસ્ટિંગમાં રોકાણકારોને બખ્ખાં કરાવનારી પ્રતિસ્પર્ધી ઝોમેટોની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે બીજી તરફ તેની નજીકની પ્રતિસ્પર્ધી ફૂડ ડિલિવરી પ્લેટફૉર્મ સ્વીગી આવતા વર્ષે તેના આઈપીઓ (IPO) દ્વારા 80 કરોડ ડૉલર એકત્ર કરવાની યોજના હાથ ધરી રહી છે. કંપની પોતાને એક લૉજિસ્ટિક્સ કંપની તરીકે સ્થાપિત કરવાની યોજના છે, ન કે માત્ર ફૂડ ડિલિવરી ફર્મ તરીકે.
સ્વીગી 10.7 અબજ ડોલરના વેલ્યૂએશન સાથે ડેકાકૉર્ન બની
સ્વીગી હાલમાં 10.7 અબજ ડૉલરના વેલ્યૂએસન સાથે 70 કરોડ ડૉલર એકત્ર કરીને ડેકાકૉર્ન બની હતી. ડેકાકૉર્ન 10 અબજ ડૉલરથી વધારે વેલ્યૂ વાળી કંપનીઓને કહે છે. આમ માત્ર છ મહિનામાં જ કંપનીનું વેલ્યુએશન લગભગ બમણું થઈ ગયું છે અને કંપનીનું આ વેલ્યુએશન ઝોમેટો કરતા પણ વધુ છે. તેના પહેલા સ્વીગીએ જુલાઈ 2021 માં યોજાયેલી છેલ્લા ફંડિંગ રાઉન્ડમાં, 5.5 અબજ ડૉલરના વેલ્યૂએસન સાથે સૉફ્ટબેન્ક વિઝન ફંડ 2, પ્રોસસ, એક્સેલ અને વેલિંગ્ટન માંથી 1.25 અબજ ડૉલર એકત્ર કર્યા હતા. તેમની પાસેથી એપ્રિલ, 2020માં 3.6 અબજ ડૉલરના વેલ્યૂએશન પર ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું.

રોકાણ રાઉન્ડમાં આ રોકાણકારોએ લીધો ભાગ

70 કરોડ ડૉલરના વિશે રોકાણ રાઉન્ડમાં બેરોન કેપિટલ ગ્રૂપ, સુમેરુ વેન્ચર, આઈઆઈએફએલ એએમસી લેટ સ્ટેટ ટેક ફંડ, કોટક, એક્સિસ ગ્રોથ એવેન્યુઝ એઆઈએફ-1, સિક્સટીન સ્ટ્રીટ કેપિટલ, ઘીસેલો, સ્માઈલ ગ્રુપ અને સેગાંટી કેપિટલ જેમ કે નવા રોકાણકારોએ ભાગ લીધો. આ રાઉન્ડમાં હાલના ઇનવેસ્ટર્સ આલ્ફા વેવ ગ્લોબલ (પૂર્વ નામ ફાલ્કન એજ કેપિટલ), કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથૉરિટી અને એઆરકે ઇમ્પેક્ટની સાથે જ લૉન્ગ ટર્મ ઇનવેસ્ટર પ્રોસેસે પણ ભાગ લીધો હતો.


ઝોમેટો સહિત ઘણા ન્યૂ એઝ ટેક સ્ટૉક્સ પર છે પ્રેશર

સ્વીગીના IPO માટે ફંડરેઝિંગ અને વેલ્યુએશન વધારવાના સમાચાર એવા સમયમાં આવ્યા છે કે, તેની હાલમાં લિસ્ટેડ થયેલી ઝોમેટો, પેટીએમ, નાયકા (Nykaa) જેવા ન્યૂ એજ ટેક સ્ટૉક્સના ભાવમાં જંગી ઘટાડો નોંધાયો છે. દેશમાં કોવિડના કારણે લૉકડાઉનથી પ્રભાવિત નાણાકિય વર્ષ 2020-21 ફૂડટેક પ્લેટફૉર્મ સ્વીગીની ઑપરેટિંગ રેવેન્યૂ 27 ટકા ઘટીને 2,547 કરોડ રૂપિયા થઈ છે, જે નાણાકીય વર્ષ 2019-20માં 3,468 કરોડ રૂપિયા હતી.