અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 26  OCT -23)

ચાંદી ચોરસા71500-73500
ચાંદી રૂપું71300-73300
સિક્કા જૂના700- 900
999 સોનું61600-62600
995 સોનું61400-62400
હોલમાર્ક61350

મુંબઇ, 26 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.31,575.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.60,824ના ભાવે ખૂલી, રૂ.94ની વૃદ્ધિ સાથે રૂ.60,920ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.71,799ના ભાવે ખૂલી, રૂ.108 વધીને રૂ.71,895ના ભાવે બોલાઈ રહ્યો હતો. આ સામે ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.7,095ના ભાવે ખૂલી, 171ના ભાવઘટાડા સાથે રૂ.6,907ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો રૂ.3.20ના સુધારા સાથે રૂ.252.10 થયો હતો. બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 10,26,913 સોદાઓમાં કુલ રૂ.94,908.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.22,101.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 72739.18 કરોડનો હતો.

ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.41 ઘટી રૂ.71,790

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર 1,84,079 સોદાઓમાં રૂ.14,221.26 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,478ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,911 અને નીચામાં રૂ.60,277 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.289 વધી રૂ.60,826ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.48,465 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.5,946ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.301 વધી રૂ.60,652ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,629ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,988 અને નીચામાં રૂ.70,975 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.1 વધી રૂ.71,787 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.41 ઘટી રૂ.71,790 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.31 ઘટી રૂ.71,823 બંધ થયો હતો.

ક્રૂડ તેલ રૂ.171 લપસ્યું, મેટલ્સમાં સુધારાની ચાલ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX ખાતે 18,877 સોદાઓમાં રૂ.2,380.61 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.700.45ના ભાવે ખૂલી, રૂ.7.35 ઘટી રૂ.693.10 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.203.25 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.70 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.221ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.0.40 વધી રૂ.203.55 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.30 ઘટી રૂ.182.85 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.1.20 વધી રૂ.220.10 બંધ થયો હતો.

નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 3.8 વધી 248.9 બંધ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર 1,22,983 સોદાઓમાં રૂ.5,467.96 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,957ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,117 અને નીચામાં રૂ.6,840 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.104 વધી રૂ.7,078 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.102 વધી રૂ.7,080 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.247ના ભાવે ખૂલી, રૂ.3.70 વધી રૂ.248.90 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 3.8 વધી 248.9 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.67 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX ખાતે રૂ.31.85 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,200 અને નીચામાં રૂ.58,200 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.380 વધી રૂ.58,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.14.30 ઘટી રૂ.891.40 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.22,102 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 72739.18 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6,276.89 કરોડનાં 10,353.172 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.7,944.37 કરોડનાં 1,107.637 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.2,296.94 કરોડનાં 3,292,790 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.3,171.02 કરોડનાં 116,094,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.299.24 કરોડનાં 14,622 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.90.93 કરોડનાં 4,910 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,430.66 કરોડનાં 20,400 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.559.78 કરોડનાં 25,258 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..85 કરોડનાં 144 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.31 કરોડનાં 342 ટનનાં કામકાજ થયાં હતાં.