શિવાલિક ગ્રૂપે નવા બિઝનેસ લેન્ડમાર્ક ‘કર્વ’ સાથે ગિફ્ટ સિટીમાં ઉપસ્થિતિ વિસ્તારી
ગિફ્ટ સિટીમાં ‘કર્વ‘ શિવાલિક ગ્રૂપનો પ્રથમ કમર્શિયલ પ્રોજેક્ટ રહેશે તથા પ્રથમ રેસિડેન્શિયલ ટાવર સ્કાયવ્યૂના લોંચના થોડા જ મહિનામાં લોંચ માટે સજ્જ
અમદાવાદ, 26 ઓક્ટોબર: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં એક આકર્ષક કમર્શિયલ બિલ્ડિંગ ‘કર્વ’ના લોંચની જાહેરાત કરી છે. ગિફ્ટ સિટીમાં શિવાલિકના પ્રથમ રેસિડેન્શિયલ ટાવર પ્રોજેક્ટ સ્કાયવ્યૂની જબરદસ્ત સફળતા બાદ હવે કર્વ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
‘કર્વ’ ભારતના અગ્રણી ટ્વિસ્ટેડ ટાવર્સ પૈકીના એક બનવા માટે તૈયાર છે. આ અદ્ભુત સ્ટ્રક્ચરની 33 માળ સાથે 118 મીટરની ઊંચાઇ રહેશે. આ પ્રોજેક્ટ લગભગ એક મિલિયન ચોરસફૂટ વિસ્તારમાં આકાર લેશે તથા પાંચ વર્ષના સમયમાં પૂર્ણ કરાશે.
કમર્શિયલ બિલ્ડિંગ ‘કર્વ’ના મહત્વના આકર્ષણો
ગ્રાઉન્ડ ફ્લોરમાં રિટેઇલપાર્ક, જે ગિફ્ટ સિટીમાં કમર્શિયલ લેન્ડસ્કેપને વાઇબ્રન્સી પ્રદાન કરશે | આ ટાવર ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે રહેશે |
પ્રોજેક્ટ 22-એકર સેન્ટ્રલ પાર્ક અને ગિફ્ટ સિટી ક્લબનો અદ્ભૂત નજારો પણ ઓફર કરશે | કર્વની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા 300 મીટરથી વધુ વિશાળ પ્રાંગણ |
આ અનોખી ડિઝાઇન આધુનિકતાનું પ્રતિક છે. આ સ્ટ્રક્ચર ગ્રીન બિલ્ડિં રહેશે | જે શિવાલિક ગ્રૂપની ટકાઉપણા પ્રત્યેની કટીબદ્ધતા પ્રદર્શિત કરે છે |
કર્વ બેંકિંગ ફાઇનાન્સ, IT, ફાઇનાન્સિયલ સર્વિસિસ, વૈશ્વિક યુનિવર્સિટી, શિક્ષણ, MNC, અર્ધ-સરકારી કંપનીઓ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપની માટે ડેસ્ટિનેશન બની રહેશે.
શિવાલિક ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર તરલ શાહે કહ્યું હતું કે, અમે કર્વના સ્વરૂપે સમૃદ્ધ ઇકોસિસ્ટમમાં વધુ એક માર્વેલ દ્વારા અમારૂં યોગદાન આપવા માટે ઉત્સાહિત છીએ. તે ગિફ્ટ સિટીમાં અમારો પ્રથમ કમર્શિયલ પ્રોજેક્ટ રહેશે તેમજ ઘણી રીતે વિશિષ્ટ પ્રોજેક્ટ પણ છે. કર્વ ગિફ્ટ સિટીમાં નવું બિઝનેસ લેન્ડમાર્ક બનશે.” ગિફ્ટ સિટીમાં શિવાલિક ગ્રૂપના પ્રથમ પ્રોજેક્ટ સ્કાયવ્યૂને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને તેનાથી પ્રેરિત થઇને ગ્રૂપ હવે કર્વ પ્રોજેક્ટ લઇને આવી રહ્યું છે. તરલ શાહે ઉમેર્યું હતું કે, “સ્કાયવ્યૂની સફળતા ગિફ્ટ સિટીના આકર્ષણ તથા અમારી ઓફરિંગ્સમાં બેજોડ ગુણવત્તા અને રૂચિનો પુરાવો છે. અમને કર્વની સફળતા વિશે પણ વિશ્વાસ છે કારણકે આ પ્રોજેક્ટ પ્રત્યે સ્કાયવ્યૂથી પણ વધુ રૂચિ જોવા મળી રહી છે.”