મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ અને માર્ગદર્શન માટે કોન્ટેક્ટ: મહેશ ત્રિવેદી, 9909007975 (વ્હોટ્સેપ)

છેલ્લા છ મહિનામાં, શહેરી વિસ્તારોમાંથી 25% રોકાણકારોએ તેમના મ્યુચ્યુઅલ ફંડ ફાળવણીમાં વધારો કર્યો હોવાનું એક સર્વે દર્શાવે છે. 38 ટકાથી વધુ રોકાણકારો આવનારા સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં વધુ રોકાણ કરવાની યોજના ધરાવે છે. પૂર્વ ભારતના લોકો કરતાં દેશના પશ્ચિમ ભાગમાં રહેતા 41 ટકા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડને વધુ પ્રાધાન્ય આપે છે. જ્યારે દક્ષિણ ભારતમાં (32%) અને ઉત્તર ભારત (37%) રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. 25 ટકા શહેરી રોકાણકારોએ છેલ્લા 6 માસમાં તેમના મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કર્યો છે. ખાસ કરીને સિનિયર સિટિઝન્સ વાયા ડેટ- લિક્વિડ ફંડ જ્યારે યુવા વર્ગ ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ વાયા એસઆઇપી પસંદ કરી રહ્યા છે. મોટાભાગના રોકાણકારો લાંબાગાળાના સંપત્તિ સર્જન અને રિટર્નને ધ્યાનમાં રાખીને રોકાણ કરી રહ્યા હોવાનું જણાવે છે. તે ઉપરાંત ઇમર્જન્સી કોર્પસ ક્રિએટ કરવા તેમજ આવકમાં વધારા માટે પણ તેઓ મ્યુચ્યુઅલ ફંડને પ્રેફરન્સ આપી રહ્યાં હોવાનું 40 ટકા શહેરી રોકાણકારોએ એક સર્વેમાં જણાવ્યું હતું.

– 40 ટકા શહેરી રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ વધારી રહ્યા છે.

– એક ટકા જ ગ્રામિણ રોકાણકારો ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્વેસ્ટ કરે છે

– ગ્રામિણ રોકાણકારોએ ડેરિવેટિવ્ઝ/ફ્યુચર્સમાં ક્યારેય રોકાણ કર્યું નથી

– રોકાણ નહિં કરવા પાછળનું મુખ્ય કારણ જાણકારી અને માહિતીનો અભાવ

તેની સામે ગ્રામિણ રોકાણકારો આજે પણ બેન્ક એકાઉન્ટ, બેન્ક એફડી, ઇન્સ્યોરન્સ અને પોષ્ટ ઓફીસની બચત યોજનાઓ, જમીન, કે સોના-ચાંદીને જ મૂડીરોકાણ માટે પ્રાધાન્ય આપી રહ્યા છે. સર્વે અનુસાર 95 ટકા ગ્રામિણ રોકાણકારો પાસે બેન્ક એકાઉન્ટ, 47 ટકા પાસે વીમો અને 29 ટકા પાસે પોષ્ટ ઓફીસ થાપણો અને 11 ટકા પાસે કિંમતી ધાતુઓમાં રોકાણ ધરાવે છે. પરંતુ ડેરિવેટિવ્ઝ કે ફ્યુચર્સમાં ક્યારેય કોઈએ રોકાણ કર્યું નથી. તેની પાછળનું મુખ્ય કારણ ગ્રામિણ રોકાણકારોમાં જાગૃતિ અને અભ્યાસ તેમજ માહિતી હજી સુધી પહોંચી જ નહિં હોવાનું આ સર્વેમાં ચોંકાવનારું કારણ દર્શાવાયું છે. તમામ ગ્રામિણ રોકાણકારો બેન્ક એફડીથી વાકેફ છે. પરંતુ 76 ટકાને વીમા અંગે માહિતી મળે છે તો 88 ટકાને લોકલ પોષ્ટ ઓફીસમાં ચાલતાં બચત ખાતાઓ અંગે જાણકારી મળે છે. પરંતુ  મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે માંડ 1.4 ટકા અને ઇક્વિટી વિશે માંડ 0.5 ટકા રોકાણકારોને જાણ હોવાનું જાણવા મળે છે.

NFOs open in July

Scheme NameOpen DateClose DateScheme Type
WhiteOak Capital Flexi Cap Fund12-July-202226-July-2022Open Ended
Edelweiss Focused Equity Fund12-July-202225-July-2022Open Ended

મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ અને માર્ગદર્શન માટે કોન્ટેક્ટઃ મહેશ ત્રિવેદી, 9909007975 (વ્હોટ્સેપ)