SEBIના નવા નિયમોના કારણે વિદેશી રોકાણકારોએ છેલ્લા એક સપ્તાહમાં 27 હજાર કરોડની વેચવાલી નોંધાવી
અમદાવાદ, 24 જાન્યુઆરીઃ નિફ્ટી50 અને સેન્સેક્સ છેલ્લા એક સપ્તાહમાં 4 ટકા ઘટ્યો છે. આ કરેક્શન પાછળનું એક કારણ વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી છે. છેલ્લા એક સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ છેલ્લા એક સપ્તાહમાં રૂ. 27,830.34 કરોડની ઇક્વિટી વેચી છે, જે સેબીના પ્રારંભિક અંદાજ કરતાં ઘણી ઓછી છે. સેબીની FPIs પાસે વધારાની માહિતી મંગાવતાં તમામ પ્રકારની માહિતી જાહેર કરવામાં સમસ્યા ધરાવતા એફપીઆઈ તેઓ માત્ર થ્રેશોલ્ડ ધોરણોનું પાલન કરવાને બદલે સ્ટોક-સ્પેસિફિક કારણોસર હિસ્સો વેચી રહ્યા છે.
સેબી FPIsને વધારાના ડિસ્ક્લોઝર (ધારા-ધોરણો)નું પાલન કરાવવા માગે છે, જેથી કંપનીઓને લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોમાં છેડછાડ કરતા અટકાવી શકાય અને વિદેશી કંપનીઓની શેલ કંપનીઓની સાંકળ અથવા વેબ દ્વારા આડકતરી રીતે ભારતીય કંપનીઓને નિયંત્રિત કરતા અટકાવી શકાય.
FPIs એ માલિકી, આર્થિક અને નિયંત્રણ અધિકારોના તમામ ધારકોની સંપૂર્ણ વિગતો આપવાની જરૂર છે. આ અંતિમ લાભકારી માલિકીની ઓળખ કરવામાં મદદ કરશે. જેમાં FPIs દ્વારા 50 ટકા ઇક્વિટી અસ્કયામતોનું એયુએમ એક ભારતીય કોર્પોરેટ જૂથમાં અથવા FPIs કે જેમણે ભારતીય શેરબજારમાં રૂ. 25,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
આ વધારાના નીતિ-નિયમોમાંથી આ લોકોને બાકાત રખાયા
સોવરિન વેલ્થ ફંડ્સ, અમુક ગ્લોબલ એક્સચેન્જો પર લિસ્ટેડ કંપનીઓ, પબ્લિક રિટેલ ફંડ્સ અને વૈવિધ્યસભર વૈશ્વિક હોલ્ડિંગ સાથેના અન્ય નિયમન કરાયેલ પૂલ્ડ ઈન્વેસ્ટમેન્ટ વ્હિકલ્સ.
એફપીઆઈ રોકાણોના જોખમો
એફપીઆઈ સાથે મળીને કેટલાક કોર્પોરેટ જૂથોના પ્રમોટર્સ કેન્દ્રિત રોકાણો કરી રહ્યા છે. આ પ્રકારના કિસ્સામાં પ્રમોટર્સ પોતાના અનુકૂળ એફપીઆઈ સાથે રોકાણ કરી કંપનીમાં 75 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. જેનાથી લિસ્ટેડ કંપનીમાં દેખીતો ફ્રી ફ્લોટ વાસ્તવમાં ફ્રી ફ્લોટ હોતો નથી. જેનાથી સ્ક્રિપ્સની કિંમતમાં ફેરફારથી રોકાણકારોમાં જોખમ વધે છે.
ઑક્ટોબર 2023માં, સેબીએ કસ્ટોડિયન માટે વધારાના ધારા-ધોરણો અનુસરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP)ને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. હાલના FPIs, જેઓ 31 ઓક્ટોબર, 2023ના રોજ રોકાણ મર્યાદાનો ભંગ કરતા હતા, તેમણે 90 કેલેન્ડર દિવસોમાં એટલે કે 29 જાન્યુઆરી, 2024ની અંદર આવા એક્સપોઝરને ઘટાડવા અનિવાર્ય છે.
FPIsના કિસ્સામાં, સમયરેખામાં નિર્ધારિત થ્રેશોલ્ડથી નીચે ઇક્વિટી AUM લાવવામાં અસમર્થ હોય, તો તેમણે 29મી જાન્યુઆરી 2024થી 30 ટ્રેડિંગ દિવસોમાં એટલે કે માર્ચ 11, 2024 સુધીમાં વધારાના ડિસ્ક્લોઝર કરવા પડશે. ત્યારપછી પણ, જો તેઓ કોઈ વિગતો આપવામાં નિષ્ફળ જાય, તો તેમની પાસે તેમના હોલ્ડિંગ ઘટાડવા માટે વધુ છ મહિનાનો સમય મળશે.