અમદાવાદ, 24 જાન્યુઆરી, 2024: ઇન્ટિગ્રેટેડ રસાયણ ઉત્પાદક એપિગ્રાલ લિમિટેડ (એપિગ્રાલ)એ 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 472 કરોડની આવક કરી હતી, જે નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં 478 કરોડ હતી. 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો (PAT) 49 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં 38 કરોડ હતો.

પરીણામો એક નજરેઃ વાર્ષિક ધોરણે અને ત્રિમાસિક ધોરણે સરખામણી

વિગતQ3
23-24
Q3
22-23
YOY%Q2
23-24
QOQ%  
આવક472538-12%478-1%
EBITDA123167-26%10814%
PAT4977-36%3829%
(આંકડા રૂ. કરોડમાં)

આ પરિણામો પર એપિગ્રાલના સીએમડી મૌલિક પટેલે કહ્યું હતું કે અમે વાર્ષિક ધોરણે વેચાણના વોલ્યુમમાં 18 ટકાની વૃદ્ધિ અનુભવી હતી, આ વૃદ્ધિ એપિક્લોરોહાઇડ્રિન અને CPVC રેસિનમાંથી થઈ છે. ચોખ્ખા નફા (PAT)માં ત્રિમાસિક ધોરણે 29 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. અમે ડેરિવેટિવ અને સ્પેશિયાલ્ટી સેગમેન્ટમાંથી આવકનો હિસ્સો વધારીને અમારા બિઝનેસ મોડલમાં વિવિધતા લાવવા અમારું ધ્યાન કેન્દ્રિત કરવા અગ્રેસર છીએ. નાણાકીય વર્ષ 2023-24ના નવ મહિનામાં ડેરિવેટિવ્સ અને સ્પેશિયાલિટી સેગમેન્ટમાંથી આવકનો હિસ્સો વધીને 42 ટકા થયો છે, જે નાણાકીય વર્ષ 2022-23ના નવ મહિનામાં 27 ટકા હતો. આ પ્રદાનમાં વધારો થશે, કારણ કે ભવિષ્યમાં વિસ્તરણલક્ષી તમામ પ્રોજેક્ટ ડેરિવેટિવ્સ અને સ્પેશિયાલિટી સેગમેન્ટ માટેનાં છે. વિવિધ પ્રોજેક્ટ નાણાકીય વર્ષ 2023-24માં કાર્યરત થશે અને કેટલાંક પ્રોજેક્ટ નાણાકીય વર્ષ 2022-23માં કાર્યરત થયા, જેનાં પગલે નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2025-26 માટે વોલ્યુમમાં વૃદ્ધિ થશે.

મેઘમણી ફાઇનકેમ લિમિટેડનું એપિગ્રાલ લિમિટેડ તરીકે રિબ્રાન્ડિંગ

મેઘમણી ફાઇનકેમ લિમિટેડનું એપિગ્રાલ લિમિટેડ તરીકે રિબ્રાન્ડિંગ થયું છે. આ નામપરિવર્તનની પ્રક્રિયા કંપનીની વૈશ્વિક બહુઉત્પાદકીય રસાયણ ઔદ્યોગિક જૂથ તરીકે પરિવર્તિત થવાની તથા પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સ અને હિતધારકો માટે પ્રામાણિક પાર્ટનર તરીકે અમારી સાખને વધારવાની કટિબદ્ધતા સાથે સુસંગત રીતે કોર્પોરેટ બ્રાન્ડને મજબૂત કરવા માટે હાથ ધરવામાં આવી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)