Paytm પર સંકટઃ શેરમાં આજે વધુ 20 ટકાની લોઅર સર્કિટ, જાણો આરબીઆઈએ શા માટે પ્રતિબંધો મૂક્યા
અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ દેશની ટોચનું ઓનલાઈન પેમેન્ટ ગેટવે પેટીએમ પર સંકટના વાદળો ઘેરા બન્યા છે. આજે શેરમાં વધુ 20 ટકાની લોઅર સર્કિટ વાગી હતી. મની લોન્ડરિંગ અને સંબંધિત-પાર્ટી ટ્રાન્જેક્શન્સ સંબંધિત નિયમો અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની લાંબાગાળાથી આપવામાં ચેતવણીઓનું પાલન કરવામાં વારંવાર નિષ્ફળતા સહિતના નિયમનકારી ધોરણોના કેટલાક ઉલ્લંઘનોના કારણે આરબીઆઈએ Paytm પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને 29 ફેબ્રુઆરીથી મોટાભાગાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવાનો આદેશ જારી કર્યો છે.
આરબીઆઈના પ્રતિબંધ પાછળનું કારણ
ખામીયુક્ત KYC પ્રક્રિયાઓ
RBI દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં હાથ ધરવામાં આવેલ સિસ્ટમ ઓડિટમાં KYC દસ્તાવેજો સંબંધિત મની લોન્ડરિંગ વિરોધી કાયદાના પાલનને લગતી ઘણી ક્ષતિઓ જોવા મળી હતી. આરબીઆઈને જાણવા મળ્યું કે કંપનીએ ગ્રાહકોને ઓનબોર્ડિંગ કરતા પહેલા ફંડના સ્ત્રોત પર યોગ્ય તપાસ કરી નથી.
ઓડિટમાં જાણવા મળ્યું છે કે, “મર્ચન્ટ એકાઉન્ટ્સ દ્વારા મોટા પ્રમાણમાં વ્યવહારો થયા હતા જો કે, આ ભંડોળના મૂળને સ્થાપિત કરવા માટે યોગ્ય KYC પગલાં લેવામાં આવ્યા ન હતા. ઓનબોર્ડિંગ દરમિયાન કેવાયસી કેટલીકવાર અપૂરતા રહ્યા હતાં. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક અપૂરતા કેવાયસી પર ઘણા વેપારીઓને વ્યવહાર કરવાની મંજૂરી આપી છે. જો નાણા બેન્કિંગ સિસ્ટમની અંદરથી ફાળવવામાં આવ્યા હોય તો પણ, સંસ્થાઓએ યોગ્ય દસ્તાવેજીકરણની ખાતરી કરવી જોઈએ જેથી કરીને કોઈ શંકાસ્પદ ફંડની આપ-લે ન થાય. આ મામલે કંપનીને શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી.
પેટીએમ ગ્રુપ રિંગ-ફેન્સિંગના નિયમોનું પાલન કરતુ ન હોવાનો આરોપ
Paytm ગ્રૂપની અન્ય કંપનીઓ સાથે નિયમિત સંબંધિત-પાર્ટી ટ્રાન્જેક્શન્સ હતો. બેન્કિંગ રેગ્યુલેટરને જાણવા મળ્યું છે કે, પેમેન્ટ્સ બેન્ક સંભવિત હિતોના સંઘર્ષથી પોતાને રિંગ-ફેન્સ કરવા માટે યોગ્ય પગલાંનું પાલન કરતી નથી. Paytm પેમેન્ટ્સ બેન્ક અને અન્ય જૂથ એકમો વચ્ચેના ઉચ્ચ સ્તરની પરસ્પર નિર્ભરતાને કારણે RBI ચિંતિત હતી કે પેમેન્ટ બેન્કની સ્વાયત્તતા પ્રશ્નમાં છે અને તેના ફાઉન્ડર વિજય શેખર શર્માનું બેન્કના નિર્ણયો અને કામગીરી પર પરોક્ષ નિયંત્રણ હતું.”
પેરન્ટ વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ પેટીએમ પેમેન્ટ સર્વિસિસ અને પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં 49% હિસ્સા સાથે સંપૂર્ણ માલિકી ધરાવે છે, જેમાં ફાઉન્ડર શર્મા 51% હિસ્સો ધરાવે છે.
પેટીએમ પેમેન્ટ્સે એમ પણ કહ્યું કે તેની પાસે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પાસેથી રૂ. 620 કરોડની લેણી બાકી છે, ડેટા દર્શાવે છે. એકંદરે, One97 કોમ્યુનિકેશન્સે Paytm પેમેન્ટ્સ બેન્ક પાસેથી રૂ. 1,500 કરોડની સેવાઓ પ્રાપ્ત કરી હતી, જ્યારે તેણે પેમેન્ટ્સ બેન્કને રૂ. 768 કરોડની સેવાઓ પૂરી પાડી હતી.
Paytm પેમેન્ટ્સ બેન્કનું જટિલ માલિકી માળખું સંબંધિત-પાર્ટીના ટ્રાન્જેક્શન વિશે આરબીઆઈની ચિંતાઓ વધી હોવાનું મીડિયા સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. One97 કોમ્યુનિકેશન્સ બેન્કનો 49% હિસ્સો ધરાવે છે, લગભગ 10%ની માલિકી શર્મા અને One97 વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ ઉપરાંત, શર્મા પ્રમોટર તરીકે ટૅગ કર્યા વિના તેમના શેરહોલ્ડિંગ અને ડિરેક્ટરશિપ દ્વારા One97ને નિયંત્રિત કરે છે. સેન્ટ્રલ બેન્કે ક્લાઉડ, ડેટા સ્ટોરેજ અને ડેટા ગોપનીયતાના સંદર્ભમાં ધિરાણકર્તાની IT સિસ્ટમ્સમાં કેટલીક નબળાઈઓ પણ નોંધી હતી, પરંતુ નિયમનકારને ચેતવણીઓ આપી હોવા છતાં ક્ષતિઓ જોવા મળી હતી.