સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.355નો ઉછાળોઃ ચાંદીમાં રૂ.852ની નરમાઈ
મુંબઈ, 24 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,43,841 સોદાઓમાં રૂ. 45,019.37 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,651ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,308 અને નીચામાં રૂ.61,451ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.355 વધી રૂ.61,977ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.125 ઘટી રૂ.49,577 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.6,057ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.355 વધી રૂ.61,661ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.71,276ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,180 અને નીચામાં રૂ.70,155ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.852 ઘટી રૂ.70,269ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.915 ઘટી રૂ.70,264 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.891 ઘટી રૂ.70,284 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,02,769 સોદાઓમાં રૂ.10,190.5 કરોડના વેપાર થયા હતા. તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.716.00ના ભાવે ખૂલી, રૂ.12.05 વધી રૂ.726.80 જ્યારે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.45 ઘટી રૂ.198.60 તેમજ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.45 ઘટી રૂ.176ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.25 વધી રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.65 ઘટી રૂ.198.50 સીસુ-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.90 ઘટી રૂ.176.55 જસત-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2.95 વધી રૂ.213.90 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,87,185 સોદાઓમાં રૂ.17,952.68 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,457ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,543 અને નીચામાં રૂ.6,343 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.77 વધી રૂ.6,535 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.74 વધી રૂ.6,534 બંધ થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.134ના ભાવે ખૂલી, રૂ.6.10 વધી રૂ.139.70 અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 5.8 વધી 139.5 બંધ થયો હતો.