મુંબઈ, 19 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,609ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,719 અને નીચામાં રૂ.65,375 ના મથાળે અથડાઈ, રૂ.57 ઘટી રૂ.65,551ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.64 વધી રૂ.52,259 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.6,408ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.29 ઘટી રૂ.65,400ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,575ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,719 અને નીચામાં રૂ.74,995 ના મથાળે અથડાઈ, રૂ.230 ઘટી રૂ.75,266 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.244 ઘટી રૂ.75,219 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.236 ઘટી રૂ.75,210 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ માર્ચ વાયદો રૂ.764.75ના ભાવે ખૂલી, રૂ.8.45 ઘટી રૂ.757.25 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.25 ઘટી રૂ.203.35 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.178ના ભાવ હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.55 ઘટી રૂ.218ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 ઘટી રૂ.203.40 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.178.20 જસત-મિની માર્ચ વાયદો રૂ.2.60 ઘટી રૂ.218.45 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,840ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,870 અને નીચામાં રૂ.6,830 ના મથાળે અથડાઈ, રૂ.26 વધી રૂ.6,870 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.27 વધી રૂ.6,872 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.142ના ભાવે ખૂલી, રૂ.3.70 વધી રૂ.145.40 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 4 વધી 145.5 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,140ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,200 અને નીચામાં રૂ.61,000 ના મથાળે અથડાઈ, રૂ.520 ઘટી રૂ.61,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.927.10 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,105.28 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,102.65 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.474.25 કરોડનાં 17,707 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,176.04 કરોડનાં 86,440 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.192.99 કરોડનાં 2,600 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.21.03 કરોડનાં 482 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.758.46 કરોડનાં 3,983 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.492.62 કરોડનાં 7,704 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.13.10 કરોડનાં 44 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.8.74 કરોડનાં 260 લોટનાં કામકાજ થયાં હતાં.