સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક મૂકતી અરજી ફગાવી
અમદાવાદ, 21 માર્ચઃ સુપ્રિમ કોર્ટના જજ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક લગાવવાની અરજી ફગાવી છે, તેમણે કહ્યું છે કે, ચૂંટણી પંચ એક્ઝિક્યુટીવના આંગળીના ટેરવા નીચે નથી. આ સ્ટેજ પર અમે કાયદાને રોકી શકતા નથી, જે માત્ર અરાજકતા અને અનિશ્ચિતા તરફ દોરી જશે.
સુપ્રિમ કોર્ટે 2023ના કાયદા હેઠળ ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક લગાવતી અરજી ફગાવ્યા બાદ આ ચૂકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને આ પસંદગીની પેનલમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
જજ સંજીવ ખન્ના, દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે અરજદારોને જણાવ્યું હતું કે, ECsની પસંદગી માટે અલગથી અરજી રજૂ કરતાં એક બેઠક અગાઉથી રાખવામાં આવી હતી. 2023ના કાયદા અનુસાર કરવામાં આવેલી નિમણૂકો પર રોક લગાવી શકાય નહિં. સામાન્ય રીતે અમે વચગાળાના આદેશ દ્વારા કાયદાને રોકતા નથી.” 2023ના કાયદા હેઠળ બે ECsની નિમણૂકને પડકારતી અરજીઓની બેચ પર સુનાવણી 21 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી હતી.
અરજદાર જયા ઠાકુર વતી કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે જ્યારે ચુકાદો આપવામાં આવ્યો હોય ત્યારે કોઈ ઉલ્લંઘન થઈ શકે નહીં. તેમણે દલીલ કરી હતી કે આ સમયે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, 2023માં સ્પષ્ટ ઉલ્લંઘન છે.
એડવોકેટ પ્રશાંત ભૂષણ એનજીઓ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) વતી કોર્ટમાં હાજર થયા, જેમણે પેનલમાંથી CJIના બાકાતને પડકારતાં દલીલ કરી હતી કે તંદુરસ્ત લોકશાહી જાળવવા માટે ચૂંટણી પંચને “રાજકીય” અને “કારોબારી હસ્તક્ષેપ”થી દૂર રાખવું જોઈએ.
ગુરુવારે પૂર્વ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુની ECs તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હતી.
14 ફેબ્રુઆરીએ અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને અરુણ ગોયલના અચાનક રાજીનામા બાદ ECમાં બે જગ્યાઓ ખાલી પડી હતી. એનજીઓએ નવી નિમણૂકને પડકારી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર એક્ટ, 2023ની કલમ 7ની કામગીરી પર સ્ટે માંગ્યો છે, જે સીઇસી અને ઇસીની પસંદગી કરતી પેનલમાંથી સીજેઆઇને બાકાત રાખે છે.