Ecos (ઈન્ડિયા) મોબિલિટી એ IPO માટે સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું
1 એપ્રિલ, અમદાવાદઃ ડ્રાઈવરની સાથે કેબ ભાડે આપતી મોબિલિટી પ્રોવાઈડર Ecos (ઈન્ડિયા) મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટી લિમિટેડ રૂ.2ની મૂળ કિંમત ધરાવતાં 18,000,000 ઈક્વિટી શેર્સ સુધીનો આઈપીઓ લાવવા સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે. કંપનીના પ્રમોટર રાજેશ લુંબા, આદિત્ય લુંબા, રાજેશ લુંબા ફેમિલી ટ્રસ્ટ અને આદિત્ય લુંબા ફેમિલી ટ્રસ્ટ છે. આઈપીઓ અંતર્ગત કંપની કુલ 18000000 ઈક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ લાવશે, જેમાં રાજેશ લુંબા દ્વારા 9900000 ઈક્વિટી શેર્સ, આદિત્ય લુંબા દ્વારા 8100000 ઈક્વિટી શેર્સ (સેલિંગ શેરહોલ્ડર્સ) સમાવિષ્ટ છે.
કંપનીની કામગીરી એક નજરે
કંપની કોર્પોરેટ ગ્રાહકોને શોફર્ડ કાર રેન્ટલ્સ (સીસીઆર) અને એમ્પ્લોયી ટ્રાન્સપોર્ટેશન સર્વિસિઝ (ઈટીએસ) પ્રદાન કરે છે. કંપની 9000 ઈકોનોમીથી લક્ઝરી કાર, મિની વાન, લકઝરી કાઉચ સહિત વિવિધ વાહનો ભાડે આપે છે.
કંપનીના ગ્રાહકોની યાદી એક નજરે
કંપની ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, બિઝેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી), કન્સલ્ટન્સી, હેલ્થકેર, ઈ-કોમર્સ, ફાર્માસ્યુટિકલ, લિંગલ અને મેન્યુફેક્ચરિંગ સહિત ક્ષેત્રોમાં ગ્રાહકોને સેવા આપે છે. કંપનીના કોર્પોરેટ ગ્રાહકો એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ લિ., એચસીએલ કોર્પોરેશન પ્રાઈવેટ લિ., થોમસ કુક ઈન્ડિયા, ડબ્લ્યૂએમ ગ્લોબલ ટેક્નોલોજી સર્વિસિઝિ ઈન્ડિયા પ્રાઈવેટ લિ. (વોલમાર્ટ ગ્લોબલ ટેક્.), વીઆરબી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિ., પિન્કર્ટન કોર્પોરેટ રિસ્ક મેનેજમેન્ટ પ્રા. લિ., મેડજિનોમ લેબ્સ લિ., ડ્રિમફોક્સ સર્વિસિઝ લિ., મર્સર કન્સલ્ટિંગ, એફએનએફ ઈન્ડિયા પ્રાઈવેટ લિ (ફિડેલિટી), એક્સેલ સર્વિસ.કોમ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિ., અને વીએ ટેક વાબેગ લિમિટેડ છે.
ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજરઃ ઈક્વિરિસ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ અને આઈઆઈએફએલ સિક્યુરિટીઝ લિ. છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)