MARKET LENS: નિફ્ટી 22200-22000 ઝોનમાં સપોર્ટ સાથે 22400-22500 સુધી સુધરી શકે
અમદાવાદ, 23 એપ્રિલઃ
નિફ્ટીએ 22000ની સપાટી પાછી મેળવવા સાથે સતત સુધારાનો ટ્રેન્ડ પરત મેળવ્યો હોવાનું માની શકાય. તેના અનુસંધાનમાં સોમવારે નિર્ણાયક 22,300 માર્કની ઉપર બંધ થવા સાથે અપટ્રેન્ડ ચાલુ રહેવાને જોતાં, નિફ્ટી 50 આગામી દિવસોમાં 22,200-22,000 ઝોનમાં સપોર્ટ સાથે 22,400-22,500 સુધી સુધરી શકે તેવી શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જો નિફ્ટી ઝડપી 22,500 કૂદાવે, તો રેકોર્ડ ઊંચાઈ તરફ કૂચ થવાની શક્યતા નકારી શકાય નહીં.
22 એપ્રિલના રોજ BSE સેન્સેક્સ 560 પોઈન્ટ વધીને 73,649 પર પહોંચ્યો હતો. નિફ્ટી 50 189 પોઈન્ટ વધીને 22,336 પર પહોંચ્યો હતો અને દૈનિક ચાર્ટ પર ડ્રેગનફ્લાય ડોજી પ્રકારની કેન્ડલસ્ટિક પેટર્નની રચના કરી હતી, જે બજારના વધુ વલણ વિશે બુલ્સ અને બેર વચ્ચે અનિર્ણાયકતા દર્શાવે છે. એક દિવસના ઉછાળા પછી આ પેટર્ન બનાવ્યા પછી, તે ઊંચા સ્તરે બુલ્સ માટે કોઈ નોંધપાત્ર સતર્કતાનો સંકેત આપતું નથી.
રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 22231- 22126 અને રેઝિસ્ટન્સ 22409, 22481 પોઇન્ટના લેવલ્સ ધ્યાનમા રાખવાની સલાહ મળી રહી છે.
નિફ્ટી 22,300ના સ્તરે પ્રારંભિક રેઝિસ્ટન્સથી ઉપર આગળ વધી ગયો છે અને ટૂંકા ગાળામાં 22,500ના સ્તરે પર મજબૂત રેઝિસ્ટન્સનો સામનો કરવાની અપેક્ષા છે. નિફ્ટી માટે મોનિટર કરવા માટેના મુખ્ય સ્તરો 22,400 – 22,500ની આસપાસ છે. NSE પર દરેક ઘટતા શેર માટે લગભગ ત્રણ શેર વધ્યા હોવાથી માર્કેટ બ્રેડ્થ પણ પોઝિટિવ રહી હતી. નિફ્ટી માટે 22353- 22,413 અને 22481ના લેવલ્સ રેઝિસ્ટન્સ છે. જ્યારે 22236- 22194 અને 2,126ના સ્તરે તાત્કાલિક સપોર્ટ જોવા મળી શકે છે.
સ્ટોક્સ ટૂ વોચઃ રિલાયન્સઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, આઇટીસી, MOIL, RVNL, BSE, PNBHOUSING, TATAPOWER, YESBANK, સિપલા, ફેડરલ બેન્ક, મુથુટફાઇ.
સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, ઓઇલ-એનર્જી, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, આઇટી, ટેકનોલોજી, ગ્રીન એનર્જી, સિલેક્ટિવ બેન્કિંગ, ફાઇનાન્સ
બેન્ક નિફ્ટી માટે 47972- 48220 અને 48418 રેઝિસ્ટન્સ અને 47702- 47580 અને 47382 પર સપોર્ટ લેવલ્સ
22 એપ્રિલના રોજ, બેંક નિફ્ટી 351 પોઈન્ટ વધીને 47,925 પર પહોંચ્યો હતો અને બેરીશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના કરી, પરંતુ ક્લોઝિંગ ધોરણે 10-દિવસીય EMA તેમજ 21-દિવસ EMA (ઘાતાંકીય મૂવિંગ એવરેજ)ને જાળવી રાખી છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, બેંક નિફ્ટી માટે 47972- 48220 અને 48418 રેઝિસ્ટન્સ અને 47702- 47580 અને 47382 પર સપોર્ટ લેવલ્સ જોવા મળી શકે છે.
FII અને DII ડેટા | NSE પર F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક |
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ રૂ. 2,915.23 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 22 એપ્રિલના રોજ રૂ. 3,542.93 કરોડના શેરની ખરીદી કરી હતી, એમ NSEના કામચલાઉ ડેટા દર્શાવે છે. | NSE એ 23 એપ્રિલની F&O પ્રતિબંધની યાદીમાં હિન્દુસ્તાન કોપરને ઉમેરી છે, જ્યારે બાયોકોન, વોડાફોન, પિરામલ એન્ટરપ્રાઈસ, સેઈલ અને ઝી એન્ટરટેઈનમેન્ટને આ યાદીમાં જાળવી રાખ્યા છે. બલરામપુર ચીની, બંધન બેંક, એક્સાઈડ અને મેટ્રોપોલિસ હેલ્થકેરને યાદીમાંથી દૂર કર્યા છે. |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)