મુંબઈ, 7 જુલાઈઃ ઈન્ટિગ્રેટેડ ઈએસજીઆરસી ઓપરેટિંગ અને ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ એક્સિલરેટ પીટીઈ લિમિટેડ (Xcelerate)એ ડેટ ફંડિંગ મારફત ઓરિયન કેપિટલ એશિયા પાસેથી 52 મિલિયન ડોલર સુધીનું ફંડ એકત્રિત કર્યું છે. સિંગાપોર સ્થિત એન્વારમેન્ટલ, સોશિયલ, ગવર્નન્સ, રિસ્ક, કમ્પ્લાયન્સ (ઈએસજીઆરસી) કંપની આ ફંડનો ઉપયોગ ડેટમાં પુનઃધિરાણ કરવા અને ઈનઓર્ગેનિક ગ્રોથ સ્ટ્રેટેજી ઉપરાંત એપીએસી, યુકે અને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ વિસ્તરણ કરવા કરશે.

એક્સિલરેટના કો-ફાઉન્ડર મધુજીત ચિમનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે એપ્રિલમાં એક્સિલરેટએ સ્ટિરપ કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ્સ (અગાઉ એઆઈસીએલ કોમ્યુનિકેશન્સનો બિઝનેસ)માં વ્યૂહાત્મક રીતે ઈક્વિટી હિસ્સો હસ્તગત કરતાં સ્ટેકહોલ્ડર અને સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગ અને એડવાઈઝરી સેગમેન્ટમાં મજબૂત પ્રવેશ કર્યો હતો. જેનો હેતુ ઈસીજી એડવાઈઝરી અને એસ્યોરન્સ સર્વિસિઝનું વિસ્તરણ કરવાનો છે.

ગત મહિને એક્સિલરેટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર અને પોલિસી મેનેજમેન્ટ, ઓપરેશનલ રિસ્ક અને રેઝિલિઅન્સ, ડિજિટલ આઈડેન્ટીટી વેરિફિકેશન સહિત ટોચની જનરેટિવ એઆઈ સંચાલિત રેગટેક સોલ્યુશન્સ પ્રોવાઈડર જિઓમ બિઝનેસ સોલ્યુશન્સનો ઈક્વિટી હિસ્સો હસ્તગત કર્યો હતો. જે યુરોપ, મધ્યપૂર્વ અને ભારતમાં 125 બીએફએસઆઈ ગ્રાહકો ધરાવે છે.

વધુમાં, Federated Hermes, Altair Capital અને Exacta Capital Partners સહિત અત્યંત પ્રતિષ્ઠિત પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સ દ્વારા સમર્થિત એક્સિલરેટ પાસે વર્લ્ડ ક્લાસ મેનેજમેન્ટ ટીમો, અત્યાધુનિક તકનીકો અને ડોમેન નિષ્ણાતો છે. જે એકજૂટ થઈ ઈએસજીઆરસી સેગમેન્ટમાં પ્રાદેશિક ધોરણે વ્યાપક ઉકેલો પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)