માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24362- 24291, રેઝિસ્ટન્સ 24474- 24515
ટેકનિકલ આઉટલૂકઃ નિફ્ટી શોર્ટરનમાં 24500ની સપાટી ક્રોસ કરીને 24,800 તરફ આગેકૂચ જાળવી રાખે તેવી શક્યતા, નજીકનો અત્યંત મહત્વનો સપોર્ટ 24,300 પોઇન્ટ ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે
અમદાવાદ, 10 જુલાઇઃ નિફ્ટીએ નવી ઐતિહાસિક ટોચ હાંસલ કર્યા બાદ બ્રેકઆઉટ આપીને સપોર્ટ લેવલ 24200 પોઇન્ટ સુધી સુધાર્યું છે. ઉપરમાં હવે રેઝિસ્ટન્સ લેવલ 24650 પોઇન્ટ હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ જણાવે છે. ઉપરમાં એકવાર 24500 અને 24650 ક્રોસ થાય તેવી શક્યતા હાલની મોમેન્ટમ ઉપરથી જણાય છે. આરએસઆઇ સતત 70નું લેવલ ક્રોસ કરીને જાળવી રહ્યો છે. સાથે સાથે એવરેજ લાઇનની ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. તે જોતાં માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સાથે સાથે સ્ટોપલોસ હાથવગો રાખવાની સલાહ મળી રહી છે.
બજાર નિષ્ણાતોનું માનવું છે કે, GIFT નિફ્ટી સવારે 24,488.50 ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો તે જોતાં સેન્સેક્સ અને નિફ્ટી 50 ફ્લેટ પર ખુલે તેવી શક્યતા છે. મંગળવારે સેન્સેક્સ 0.49 ટકાના ઉછાળા સાથે 80351 પોઇન્ટની સર્વકાલીન ઊંચી સપાટીએ બંધ થયો હતો જ્યારે નિફ્ટી 0.46 ટકાના ઉછાળા સાથે 24433.20ની જીવનકાળની ટોચે બંધ થયો હતો.
સ્ટોક્સ ટૂ વોચઃ supremeind, shilpamed, rvnl, Infosys, ltim, gmdc, gujgas, adanipower, irfc, concor, maruti, ireda, nhpc, bhel, hal
સેક્ટર્સ ટૂ વોચઃ કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, રેલવે, ડિફેન્સ, સિલેક્ટિવ ટેકનોલોજી, એનર્જી
નિફ્ટીઃ સપોર્ટ 24362- 24291, રેઝિસ્ટન્સ 24474- 24515
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 52366- 52162, રેઝિસ્ટન્સ 52699- 52830
એફઆઇઆઇ વર્સસ ડીઆઇઆઇઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ તેમની ખરીદી લંબાવી હતી 9 જુલાઈના રોજ રૂ. 314 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 1416 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
ઇન્ડિયા VIX: વોલેટિલિટી બીજા સત્ર માટે વધી, 14 માર્કની ઉપર ચઢી અને કેટલાક અઠવાડિયા પછી 10-દિવસ EMA ઉપર બંધ થઈ. જો વોલેટિલિટી 14.6, 200-દિવસના EMA ઉપર બંધ થાય અને તે જ ટકાવી રાખે, તો બુલ્સે સાવધ રહેવાની જરૂર છે. ઈન્ડિયા VIX 13.6 સ્તરોથી 5 ટકા વધીને 14.28 પર પહોંચી ગયો છે.
F&O પ્રતિબંધમાં સ્ટોક્સ: બલરામપુર ચીની મિલ્સ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, બંધન બેંક, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, GNFC, ઇન્ડિયા સિમેન્ટ્સ, ઇન્ડસ ટાવર્સ, પિરામલ એન્ટરપ્રાઇઝિસ
F&O પ્રતિબંધમાંથી હટાવાયેલા સ્ટોક્સઃ હિન્દુસ્તાન કોપર
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)