અમદાવાદ, 24 જુલાઇઃ હેવી વોલેટિલિટી વચ્ચે બજેટ ઇવેન્ટને વધાવ્યા બાદ નિફ્ટીએ ટેકનિકલી હેમર કેન્ડલની રચના કરી છે. નારાજગીની સાથે સાથે 24000ની રોક બોટમને સાચવી પણ લીધી છે. ઉપરમાં હવે 24650ની રેઝિસ્ટન્સ ક્રોસ કરે ત્યાં સુધી લાંબી તેજી માટે વિરામની સ્થિતિ જણાય છે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું કહેવું છે. આરએસઆઇ તેની એવરેજ લાઇનથી નીચે ટ્રેડ થઇ રહ્યો છે. પરંતુ જો મંગળવારે પણ 24000ની સપાટી ટકી રહે તો સમજવું કે માર્કેટ હજી સુધારાના મૂડમાં છે.

BSE સેન્સેક્સ દિવસના નીચા સ્તરેથી 1,200 પોઈન્ટ્સ અને નિફ્ટી 50 પર 400 પોઈન્ટ્સની નોંધપાત્ર રિકવરી દર્શાવ્યા બાદ સાધારણ ઘટીને બંધ રહ્યા હતા. નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે નિફ્ટી 50 ટૂંક સમયમાં 24,850 તરફ તેની ઉપરની સફર ફરી શરૂ કરશે જ્યાં સુધી તે 24,300-24,200ના સ્તરો ધરાવે છે.

રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર, નિફ્ટી માટે સપોર્ટ 24175- 23870, રેઝિસ્ટન્સ 24683- 24887 પોઇન્ટની સપાટીઓ અને બેન્ક નિફ્ટી માટે 51231- 50685 પોઇન્ટની સપોર્ટ અને 52436- 53094 પોઇન્ટની રેઝિસ્ટન્સ લાઇન્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાર મળી રહી છે.

સ્ટોક્સ ટૂ વોચઃ HAL, IREDA, IRFC, BEL, MAZDOCK, HUDCO, RVNL, LT, IRCON, BHEL, COCHINSHIP

સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનબીએફસી, બેન્કિંગ, ફર્ટિલાઇઝર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર

નિફ્ટી:  સપોર્ટ 24175- 23870, રેઝિસ્ટન્સ 24683- 24887 પોઇન્ટ

બેન્ક નિફ્ટી: 51231- 50685 સપોર્ટ અને 52436- 53094 રેઝિસ્ટન્સ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)