અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ નિફ્ટી 25150 પોઇન્ટના નજીકના અને 25300 પોઇન્ટના મહત્વનારેઝિસ્ટન્સ લેવલને ક્રોસ કરવામાં વારંવાર નિષ્ફળ જઇ રહ્યો છે. સાથે સાથે 24850- 24800ના મહત્વના સપોર્ટને જાળવી પણ રહ્યો છે. જે દર્શાવે છે કે માર્કેટ કોઇ પોઝિટિવ કે નેગેટિવ સમાચારની રાહમાં છે. આ પાર કે પેલે પારમાં હાલના સંજોગો આ પાર અર્થાત્ સુધારાની આગેકૂચને સપોર્ટ કરે છે. તે જોતાં ટેકનિકલ મુજબ 25150 પોઇન્ટની સપાટી ઉપર બંધ આવે તો જ પોઝિટિવ મોમેન્ટમ જળવાઇ રહે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે. 24800ની નીચે પ્રોફીટ બુકિંગ પ્રેશર વધી શકે છે. હાલના સંજોગોમાં સ્ટોપલોસ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે આગળ વધવાની સલાહ બિઝનેસગુજરાત.ઇન તરફથી છે. આરએસઆઇ વીકલી રેન્જ મુજબ રેઝિસ્ટન્સનો સામનો કરે છે.

બુધવારના ટ્રેડિંગ સત્રમાં સ્થાનિક સૂચકાંકોમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી હતી કારણ કે રોકાણકારો ઓગસ્ટ યુએસ ગ્રાહક ફુગાવાના અહેવાલની રાહ જોઈ રહ્યા હતા, જે આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષિત વ્યાજ દરમાં કાપના સ્કેલને પ્રભાવિત કરશે.

બુધવારે સેન્સેક્સ 398 પોઈન્ટ્સ અથવા 0.49 ટકા ઘટીને 81,523.16 પર અને નિફ્ટી 122.65 પોઈન્ટ્સ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 24,918.45 પર બંધ થયા હતા. કુલ 1,619 શેરો  સુધર્યા હતા, જ્યારે 2,345 ઘટ્યા હતા અને 106 યથાવત રહ્યા હતા.

નિષ્ણાતોના મતે ડેઇલી ચાર્ટ પર, નિફ્ટી સપોર્ટ ઝોનમાંથી 24,800 અને 24,850ની વચ્ચે રમી રહ્યો છે. બજાર 24,800થી 25,200ની રેન્જમાં એકીકૃત થવાની સંભાવના હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે.

એફઆઇઆઇ વર્સસ ડીઆઇઆઇઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ તેમની ખરીદી લંબાવી હતી કારણ કે તેઓએ 11 સપ્ટેમ્બરે રૂ. 1755 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તે જ દિવસે રૂ. 230 કરોડની ઇક્વિટી વેચી હતી.

નિફ્ટીઃ સપોર્ટ 24381- 24744, રેઝિસ્ટન્સ 25060- 25201

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 50832- 50654, રેઝિસ્ટન્સ 51304- 51598

સેકટર્સ ટૂ વોચઃ મેટલ્સ, ફાઇનાન્સિયલ, ટેકનોલોજી, કન્સ્ટ્રક્શન, એનર્જી, ગ્રીન એનર્જી, ફર્ટિલાઇઝર્સ, ડિફેન્સ, સિલેક્ટિવ રેલેવે

સ્ટોક્સ ટૂ વોચઃ NBCC, Nazara Tech, Yatra and Adani Ports, HINDALCO, BSOFT, NTPC, ARVINDFASN, KAMDHENU, TATAMOTOR, ZOMATO, PAYTM, OLAELE, RAJOOENG

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)