Syrmaનું 42% પ્રિમિયમે બમ્પર લિસ્ટિંગ, Dreamfolksનો IPO 57 ગણો ભરાયો
અમદાવાદ: Syrma એસજીએસનો આઈપીઓ આજે 42.30 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. બીજી તરફ Dreamfolks Servicesનો આઈપીઓ અંતિમ દિવસે 56 ગણો ભરાયો હતો.
Syrma SGS ટેક્નોલોજી લિ.એ લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રૂ. 220ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 313.05 બંધ સાથે 42.30 ટકા રિટર્ન આપી રોકાણકારોને કમાણી કરાવી છે. ઈન્ટ્રા ડે 314.40ની ઓલટાઈમ હાઈ અને નીચામાં 257 રહ્યો હતો. આઈપીઓનું લિસ્ટિંગ 19 ટકા પ્રિમિયમે થયુ હતું.
Syrma SGS ટેક્નોલોજીમાં ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ
ઇશ્યૂ પ્રાઇસ | 220 |
ખુલ્યો | 262.00 |
વધી | 314.40 |
ઘટી | 257.00 |
બંધ | 313.05 |
પ્રિમિયમ | રૂ. 93.05 |
પ્રિમિયમ (ટકા) | 42.30 |
Dreamfolks Servicesનો રૂ.563 કરોડનો આઈપીઓ છેલ્લા દિવસે 56.68 ગણો ભરાયો હતો. Syrma એસજીએસના આઈપીઓના બમ્પર લિસ્ટિંગ સાથે આઈપીઓ રોકાણકારોમાં વિશ્વાસ પાછો ફર્યો હતો. જેની અસર પણ ડ્રીમફોલ્ક્સના આઈપીઓ પર થઈ હતી. રિટેલ પોર્શન 42.68 ગણા સાથે કુલ 56.50 ગણો ભરાયો હતો. આ સાથે ડ્રીમફોલ્ક્સનો આઈપીઓ ચાલુ નાણાકીય વર્ષનો સૌથી હીટ આઈપીઓ રહ્યો છે. રોકાણકારોએ Syrmaના આઈપીઓને સારો એવો પ્રતિસાદ આપ્યો હતો. સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનાર આઈપીઓ મામલે ચાલુ નાણાકીય વર્ષમાં Syrma એસજીએસ બીજા ક્રમે રહી હતી. Syrma એસજીએસનો આઈપીઓ 31 ગણો ભરાયો હતો. તે અગાઉ કેમ્પસ એક્ટિવવેરનો આઈપીઓ 51.75 ગણો ભરાયો હતો. જેમાં લિસ્ટિંગ સમયે 30 ટકા રિટર્ન છૂટ્યુ હતું.
Dreamfolks છેલ્લા દિવસે સબસ્ક્રિપ્શન
પોર્શન | ગણો ભરાયો |
ક્યૂઆઇબી | 70.53 |
એનઆઇઆઇ | 37.66 |
રિટેઇલ | 43.66 |
કુલ | 56.68 |
Dreamfolks Servicesનું લિસ્ટિંગ છ સપ્ટેમ્બરે
Dreamfolks Services આઈપીઓના શેર એલોટમેન્ટ 1 સપ્ટેમ્બરે અને લિસ્ટિંગ 6 સપ્ટેમ્બરે કરશે. ગ્રે માર્કેટમાં રૂ. 326ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 80 પ્રિમિયમ બોલાઈ હ્યા છે. લિસ્ટિંગ 20 ટકા પ્રિમિયમે થવાનો આશાવાદ છે.
હર્ષા એન્જિનિયર્સનો આઈપીઓ ટૂંકસમયમાં
અમદાવાદ સ્થિત Harsha engineers પણ આગામી સપ્તાહે અથવા સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં આઈપીઓ લાવી શકે છે. કંપની આઈપીઓ અંતર્ગત રૂ. 755 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ.455 કરોડ અને ઓફર ફોર સેલ અંતર્ગત રૂ.300 કરોડ એકત્ર કરશે. રિટેલ રોકાણકારોને નેટ ઓફરના 10 ટકા સ્ટેક ઓફર કરશે.