સ્ટોક્સ ઓફ ધ ડેઃ PAYTM, BSE, RIL, IREDA, JIOFINANCE

અમદાવાદ, 9 ઓક્ટોબરઃ નિફ્ટીએ આગલાં 6 દિવસના કરેક્શનને પચાવીને બાઉન્સબેકમાં 24800- 25000 પોઇન્ટના લેવલ્સ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. માર્કેટ નિષ્ણાતોના મતે ઇલેક્શનમાં હરીયાણામાં ભાજપની હેટ્ટ્રીક બાદ જોવાયેલો અપટ્રેન્ડ હવે જો આરબીઆઇ રેપો રેટ જાળવી રાખે તો તેને તેજીવાળા ચાખે તેવો આશાવાદ સર્જાયો છે. જેમાં નિફ્ટી 25500 ક્રોસ કરે પરંતુ જો અને તો સાથે… જો ફરી બ્રાઝિલ- ઇરાન વચ્ચે તણાવ વધે તો…ની શક્યતા ધ્યાનમાં રાખીને ટ્રેડર્સને ધંધો કરવાની સલાહ મળી રહી છે.

નિફ્ટીએ આગલાં દિવસની ઇન્ડસાઇડ રેન્જમાં બંધ આપવા સાથે 25200ના ક્રોસઓવરથી બ્રેકઆઉટનો સંકેત આપ્યો છે. આરએસાઇએ પણ તેની લોંગ રેન્મજથી અપમૂવનો સંકેત આપ્યો છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ હાલના લેવલથી પોઝિટિવ હોવાનો મત રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટમાં વ્યક્ત કરાયો છે.

સેન્સેક્સ અને નિફ્ટી ઑક્ટોબર 9ના રોજ ઊંચા ખુલે તેવી શક્યતા છે, જે આજે સવારે થોડા સમય પહેલા 25,154 ની આસપાસના GIFT નિફ્ટી ટ્રેડિંગના સંકેતોને ટ્રેક કરે છે. ઑક્ટોબર 8ના રોજ બજારે તેની છ-દિવસીય ઘટાડાની ચાલનો સિલસિલો તોડી નાખ્યો હતો, જે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી 5.6 ટકાના નુકસાન પછી લગભગ એક ટકા વધીને 25,000 ની ઉપર જ બંધ થયો હતો. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી હતી પરંતુ નીચા મથાળે ખૂલીને ઉપરમાં બંધ રહેવાનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. નિફ્ટી 24,750-24,700 ઝોનમાં મહત્વના સપોર્ટ સાથે 25,500ની ઉપર મજબૂત બંધ ન આપે ત્યાં સુધી આગામી સત્રોમાં કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતા છે. જો નિફ્ટી 25,000થી ઉપર ટકી રહે છે, તો તાત્કાલિક રેઝિસ્ટન્સ 25,200-25,300 પર રહેવાની શક્યતા છે. જો કે 25,000ની નીચે આવે છે, તો નિષ્ણાતોના મતે 24,800 એ તાત્કાલિક સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ છે.

છેલ્લા છ સત્રોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ $6 બિલિયનના શેર વેચ્યા હતા. GIFT નિફ્ટી ઊંચો ટ્રેડ કરી રહ્યો છે, જે દિવસની સકારાત્મક શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 25,154 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ફંડ ફ્લો એક્શન: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 8 ઓક્ટોબરે રૂ. 5729 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 7008 કરોડની ઇક્વિટી ખરીદી હતી.

INDIA VIX: સતત ચાર સત્રોમાં પ્રથમ વખત વોલેટિલિટી ઘટી હતી પરંતુ તે 14.5 સ્તરની ઉપર રહે છે. તેથી, જ્યાં સુધી વોલેટિલિટી 13 માર્કની નીચે રહે ત્યાં સુધી બુલ્સે સાવધ રહેવાની જરૂર છે. ઈન્ડિયા VIX પાછલા ત્રણ દિવસમાં લગભગ 26 ટકા વધ્યા પછી, 15.08 થી 3.27 ટકા ઘટીને 14.59 થઈ ગયો.

F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ: SAIL, બંધન બેંક, બિરલાસોફ્ટ, GNFC, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન કોપર, IDFC ફર્સ્ટ બેંક, મણપ્પુરમ ફાઇનાન્સ, પંજાબ નેશનલ બેંક, RBL બેંક

સેક્ટર્સ ટૂ વોચઃ SELECTIVE TECHNOLOGY,AMCs, HEALTHCARE, ENERGY, GREENENERGY, RAILWAYS, DEFENCE

નિફ્ટીઃ સપોર્ટ 24832-24651, રેઝિસ્ટન્સ 25119- 25225

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 50599- 50178, રેઝિસ્ટન્સ 51309- 515998

સ્ટોક્સ ટૂ વોચઃ BAJAJHF, IRFC, BEL, ZOMATO, SUZLON, SPICEJET, TATAMOTORS, CUB, BAJAJFINSV

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)