અમદાવાદ, 10 ઓક્ટોબરઃ આરબીઆઇએ કોઈ પણ ફેરફાર નહીં કરવાની નીતિની સાથે રેપો રેટ અને તેના વલણને યથાવત્ જાળવી રાખ્યાં છે. પોતાની આ નીતિ જાળવી રાખવાનો આ નિર્ણય સ્પષ્ટપણે ઘરેલું પરિબળોથી દોરવાયેલો છે, ભલે પછી વૈશ્વિક સ્તરે દરોમાં ઘટાડાની અપેક્ષાઓ વધી રહી હોય. આરબીઆઇએ ફૂડ ઇન્ફ્લેશનમાં સ્થિરતાના જોખમ પર પ્રકાશ પાડ્યો હોવાથી તેની આ નીતિનું એકંદર વલણ આક્રામક હોવાનું લાગી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-2025ના બીજા ત્રિમાસિકગાળા માટે ફૂડ ઇન્ફ્લેશનના અનુમાનને 60 બીપીએસ વધારીને 4.4%કરવામાં આવ્યું હતું અને હવે આગામી ચાર ત્રિમાસિકગાળા માટેનું તેનું અનુમાન 4%થી ઉપર રાખવામાં આવ્યું છે. આરબીઆઈ કોઈ પણ પ્રકારના પૉલિસી પિવોટની રચના કરવાથી દૂર રહેવા માંગતી હોવાથી ભવિષ્યમાં દરોમાં ઘટાડા કે તેના વલણમાં ફેરફારની સંભાવનાઓ ધૂંધળી દેખાઈ રહી છે.- અભીક બરુઆ, એચડીએફસી બેંક ના મુખ્ય અર્થશાસ્ત્રી

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)