અમદાવાદ, 16 ઑક્ટોબર: નવા અભ્યાસ દર્શાવે છે કે નૈતિક પડકારો માટે નેતૃત્વ, માહોલ અને ટકાઉપણું એ ટોચના ત્રણ મોરચા છે અને નૈતિક દુવિધાઓ વધુ જટિલ બની રહી છે. નાણાંકીય પ્રમાણિકતાના પ્રહરી તરીકે લાંબા સમયથી વિશ્વાસપાત્ર વ્યાવસાયિક એકાઉન્ટન્ટ્સ વેપાર-ધંધાના કૌભાંડોમાં વધારો અને બદલાતી અપેક્ષાઓ વચ્ચે નૈતિક પડકારોના નવા યુગનો સામનો કરી રહ્યા છે. 64% ભાવકોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં નૈતિક સમસ્યાઓના સમાધાન મેળવવા વધુ મુશ્કેલ બન્યા છે.

ગ્લોબલ એથિક્સ ડે નિમિત્તે વ્યાવસાયિક એકાઉન્ટન્ટ્સની વિશ્વની અગ્રણી સંસ્થા ACCA (એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ્સ)ના પ્રકાશિત અહેવાલ હિસાબોમાં નૈતિક પડકારોના બદલાતા ચરિત્ર વિશે નૈતિક સમસ્યાઓની વધતી જટિલતા દર્શાવવામાં આવી છે. અહેવાલ ધ ન્યુ એરા ઓફ એથિકલ ચેલેન્જીસ ફોર પ્રોફેશ્નલ એકાઉન્ટન્ટ્સ 135 દેશોના 1,100 પ્રતિભાવોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

પાછલા ત્રણ વર્ષમાં 55% એકાઉન્ટન્ટ્સે તેમની કારકિર્દીમાં અનૈતિક વર્તન અનુભવ્યું છે અને લગભગ એક ચતુર્થાંશ (24%) એકાઉન્ટન્ટ્સ પર ખોટું કરવાનું દબાણ કરવામાં આવ્યું છે. વધુમાં પરિણામો દર્શાવે છે કે સ્ત્રીઓ કરતાં વધુ પુરુષોએ નૈતિક દબાણનો વધારે અનુભવ કર્યો છે: 19% સ્ત્રીઓની સરખામણીમાં 27% પુરુષો પર અનૈતિક રીતે કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે.


લોકોને છેલ્લા ત્રણ વર્ષમાં નૈતિક પડકારો માટે તેમના ટોચના ત્રણ ક્ષેત્રો જણાવવાનું કહેવામાં આવ્યું હતું. ટોચના પરિણામો હતા:

  • નેતૃત્વ અને માહોલ (40%)
  • AI અને ટેકનોલોજી (32% and 26%)
  • ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) (30%)

ટેક્નોલોજીના જોરે થતા વૈશ્વિકીકરણ કંપનીઓને સરહદ પાર વિસ્તરણ કરવા માટે સુવિધા આપે છે, પરંતુ સાંસ્કૃતિક, આર્થિક અને કાયદાકીય પરિબળો જેવા પ્રાદેશિક વિવિધતાને કારણે નવા નૈતિક પડકારો ઊભા થયા છે. નૈતિક અપ્રમાણિકતામાં જટિલતા ઊભા કરતા પરિબળો વિશ્વભરમાં એકંદરે સમાન છે પણ સંશોધન નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન અને તેના પાલન માટે સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લેવા પર ભાર મૂકે છે.

આ સંશોધન વરિષ્ઠ નેતૃત્વ માટે નજીકના ભવિષ્યમાં ઊભી થનારી મુખ્ય સમસ્યાઓ ઉજાગર કરે છે. તે છે: માનસિક આરોગ્ય અને સુખાકારી, વ્યાવસાયિક યોગ્યતા અને સતત શિક્ષણ, તકનિકી અને ડેટાને લગતા મૂલ્યો, નીતિપ્રધાન નેતૃત્વ અને શાસન, વિવિધતા, સમાનતા અને સમાવેશિપણું અને ટકાઉપણાનું રિપોર્ટિંગ માટે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)