• માર્ચ-2022 સુધી ECLGS લેનાર 83 ટકા માઇક્રો એન્ટરપ્રાઇઝિસ
  • કુલ ફન્ડિંગનાં 42.8 ટકા પબ્લિક સેક્ટરને ફાળવાયા
  • કુલ ફન્ડિંગના 43.1 ટકા પ્રાઇવેટ સેક્ટરને ફાળવાયા
  • સૌથી વધુ ડિસ્બર્સમેન્ટ મહારાષ્ટ્ર (13.6 ટકા)ને કરાયું
  • ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ (35%) અવેઇલ રેટ નોંધાયો
  • ટ્રાન્સયુનિયન સિબિલી ECLGS અભ્યાસની બીજી આવૃત્તિ

મુંબઇ: ધ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ECLGS) કોવિડ-19 દરમિયાન એમએસએમઇને બેઠી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નેશનલ ક્રેડિટ ગેરન્ટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) દ્વારા પૂરાં પાડવામાં આવેલા ડેટા પર આધારિત ટ્રાન્સયુનિયન સિબિલે અભ્યાસ હાથ ધર્યો હતો. ECLGS સ્કીમ રૂ. પાંચ લાખ કરોડનાં કદ સાથે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 31 માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે. તેમાં, વધુ રૂ. 50,000 કરોડનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાંથી હોસ્પિટાલિટી અને સંબંધિત સેક્ટર્સને પૂરાં પાડવામાં આવશે. ECLGS લીધાનાં ચાર ક્વાર્ટર્સનાં સમય ગાળામાં પ્રતિ ઋણધારક નવા વેપારની સંખ્યા 15 ટકા વધી ગઈ, ECLGS નહિં લેનાર પાત્ર ઋણધારકોની સંખ્યા માત્ર 6 ટકા વધી હતી.

ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઇઓ રાજેશ કુમારે જણાવ્યું કે, ECLGS સુવિધા મેળવનાર ઋણધારકો માટે 4.8 ટકાનો એનપીએ રેટ પાત્ર પણ સુવિધાનો લાભ નહીં લેનારા (6.1 ટકા) ઋણધારકો કરતાં નીચો છે. અભ્યાસ દર્શાવે છે કે લોન લેવાનાં ત્રણ મહિનાની અંદર 38 ટકા એકાઉન્ટ્સમાં રિપેમેન્ટ શરૂ થઈ ગયું હતું અને એક વર્ષમાં 82 ટકા સુધી પહોંચી ગયા હતા. એમએસએમઇ માર્કેટ (ECLGS ઋણધારકોને બાદ કરતાં)માં એકંદર રિપેમેન્ટ ટ્રેન્ડની સરખામણીમાં ECLGS લેનારાં ઋણધારકોનાં કિસ્સામાં રિપેમેન્ટનાં પ્રમાણમાં સુધારો થયો હતો. માર્ચ 2022 સુધીમાં ECLGS લેનાર ઋણધારકોમાંથી 83 ટકા માઇક્રો એન્ટરપ્રાઇઝ હતા. આ કેટેગરીમાં 54 ટકા ઋણધારકોએ ECLGS પ્રાપ્ત કરતી વખતે રૂ. 10 લાખ સુધીનું ધિરાણ લીધું હતું.

ચાર્ટ 1. ડિસ્બર્સમેન્ટનું ઋણધારક પ્રમાણે એનાલિસિસ

ઋણધારકનો પ્રકારઋણધારકની ટકાવારીરેટ
માઇક્રો83%22%
સ્મોલ15%49%
મીડિયમ2%53%

ચાર્ટ 2 ECLGS ડિસ્બર્સમેન્ટનું ધિરાણકર્તા પ્રમાણે એનાલિસિસ

ધિરાણકર્તા પ્રકારવિતરીત રકમનાં %અરજીનાં %એવરેજ ટિકિટ સાઇઝ (રૂ. લાખ)રેટ***
પબ્લિક સેક્ટર બેન્ક42.8%50% 3.430%
પ્રાઇવેટ સેક્ટર બેન્ક43.1%23% 7.523%
NBFCs9.4%23% 1.625%
SFBs, RRBs વગેરે4.7%4% 4.714%

ચાર્ટ 3.  ECLGS ડિસ્બર્સમેન્ટનું રાજ્યવાર એનાલિસિસ

   રાજ્યરકમ (%માં)સંખ્યા (%)એવરેજ ટિકિટ સાઇઝ (રૂ. લાખ)અવેઇલ્ડ રેટ
મહારાષ્ટ્ર13.6%9.4% 5.823%
તામિલનાડુ11.3%9.2% 4.929%
ગુજરાત10.1%4.8% 8.427%
ઉત્તરપ્રદેશ6.8%9.0% 3.035%
કર્ણાટક6.2%5.4% 4.623%
રાજસ્થાન5.7%4.9% 4.730%
દિલ્હી5.2%1.7% 12.223%
પશ્ચિમ બંગાળ5.1%11.4% 1.830%
હરિયાણા4.8%2.5% 7.631%
આંધ્રપ્રદેશ4.2%5.6% 3.024%

માર્ચ 2022માં ECLGS હેઠળ લોન મેળવનારામાં એનપીએ રેટ કુલ ઋણધારકોનો 4.8 ટકા હતો, જ્યારે પાત્ર હોય પણ આ સ્કીમમા લોન ન મેળવનારામાં એનપીએ રેટ 6.1 ટકા હતો. આ જ રીતે, ECLGSનો લાભ લેનાર ઋણધારકોમાં રોલ ફોરવર્ડ રેટ 1-89 ડેઝ-પાસ્ટ-ડ્યુ (DPD) થી 90+ DPD હતો જે નીચો છે. આ સંકેત આપે છે કે ECLGS હેઠળ પૂરી પાડવામાં આવતી લિક્વિડિટીએ સંભવિત ડિફોલ્ટ અટકાવવામાં મદદ કરી છે અને ઋણધારક અને ધિરાણકર્તા બંનેને બેડ લોન્સ સામે રક્ષણ આપ્યું છે.