અમદાવાદ, 15 નવેમ્બર: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. 50.03 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 46.52 કરોડના ચોખ્ખા નફા કરતાં વાર્ષિક ધોરણે 7.55 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં કામગીરીથી આવક રૂ. 308.50 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 291.61 કરોડની કામગીરીથી આવક કરતાં વાર્ષિક ધોરણે 5.79 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં એબિટા રૂ. 71.50 કરોડ હતી હતી જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 68.25 કરોડની એબિટા કરતાં વાર્ષિક ધોરણે 4.76 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં ઇપીએસ શેરદીઠ રૂ. 24.96 રહી હતી. 30મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં શેરધારકોએ નાણાંકીય વર્ષ 2023-24 માટે શેરદીઠ રૂ. 1.80 (18 ટકા)નું ડિવિડન્ડ મંજૂર કર્યું હતું.

Financial Highlights (Standalone)

 H1 FY25H1 FY24Y-O-YFY24FY23Y-O-Y
Total Income328.88307.996.78%614.97532.7815.43%
EBITDA71.5068.254.76%134.33111.6820.28%
Profit before Tax64.2662.323.11%122.24100.4821.66%
Net Profit50.0346.527.55%93.3072.9027.98%
E.P.S (Rs. )24.9623.307.12%46.5836.4027.97%
(Amount in Cr except EPS)

કંપનીના પરિણામો અને કામગીરી અંગે ટિપ્પણી કરતા લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મજબૂત વૃદ્ધિ પહેલ, ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ, ભૌગોલિક વિસ્તરણ અને ઓપરેશન્સમાં સુધારાના મિશ્રણ સાથે અમે નાણાંકીય વર્ષ 2026 સુધીમાં રૂ. 750 કરોડની આવકનો અમારો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક હાંસલ કરવાના માર્ગે છીએ. નોંધનીય છે કે અમે નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2024 સુધીમાં દર વર્ષે નફામાં વૃદ્ધિ નોંધાવનાર જૂજ કંપનીઓ પૈકીની એક છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)