ડાઇવર્ઝનઃ રોકાણકારો ITમાંથી BANKS તરફ વળ્યાં

ઇકોનોમિમાં રિકવરીનો સૌથી વધુ લાભ BANKING સેક્ટરને મળશે. સામે વર્લ્ડ ઇકોનોમિમાં સતત વધી રહેલા ફુગાવા અને વ્યાજના દરના કારણે IT કંપનીઓ મંદીની આંટીમાં આવશે તેવી ધારણા વચ્ચે રોકાણકારો તેમના મૂડીરોકાણ IT કંપનીઓના શેર્સમાંથી BANKING શેર્સમાં ડાઇવર્ટ કરી રહ્યા છે. IT કંપનીઓના માર્જિનમાં નોંધપાત્ર ઘટાડાની ધારણા મોટાભાગના એનાલિસ્ટ્સ વ્યક્ત કરી ચૂક્યા છે. છેલ્લા 3 વર્ષમાં BANKING સેક્ટર ક્રેડિટ ગ્રોથ તેમજ એસેટ ક્વોલિટીમાં સુધારાના પગલે સારો દેખાવ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો ટોપની IT કંપનીઓમાંથી BANKING સ્ટોક્સમાં ડાઇવર્ટ થવાની સલાહ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2021માં IT ઇન્ડેક્સે 60 ટકા રિટર્ન આપ્યું હતું. જ્યારે BANKING ઇન્ડેક્સે 13 ટકા રિટર્ન આપ્યું હતું. તેની સામે સેન્સેક્સ- નિફ્ટીએ એવરેજ 24 ટકા રિટર્ન નોંધાવ્યું હતું. સાથે સાથે એ પણ ઉલ્લેખનીય છે કે, એફપીઆઇ એ પણ IT શેર્સમાંથી તેમના ઇન્વેસ્ટમેન્ટમાં એપ્રિલથી અત્યારસુધીમાં 26 ટકા આસપાસ ઘટાડો કર્યો છે. તેની સામે ફાઇનાન્સિયલ સર્વિસ સ્ટોક્સમાં 11 ટકા વધારો કર્યો છે. ગઇકાલે (ગુરુવારે) જણાવ્યા અનુસાર ટોચના પાંચ IT સ્ટોક્સમાં 42 ટકા સુધીનું કરેક્શન આવી ચૂક્યું છે. જ્યારે તેની સામે ટોચની પાંચ બેન્કોના શેર્સમાં 3-24 ટકાનો સુધારો નોંધાયો હોવાનું મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના રિસર્ચ હેડ ગૌતમ દુગ્ગડ જણાવે છે.

ટોચના પાંચ BANKING અને IT સ્ટોક્સની એક વર્ષની સ્થિતિ

સ્ક્રીપગુરુવારે બંધવાર્ષિક રિટર્ન

BANKS

SBI57224.3%
ICICI BANK91824.0%
AXIS BANK79016.5%
KOTAK BANK19347.70%
HDFC BANK15212.80%

IT

WIPRO415-42.0%
TECH MAHI.1063-38.7%
HCL TECH920-30.3%
INFOSYS1433-24.1%
TCS3104-17.0

(SOURCE: BSE, NSE)