એર ઇન્ડિયાએ એરલાઇનનો પ્રોસેસિંગ સમય ઘટીને 2થી 3 દિવસ કર્યો

નવી દિલ્હી: વૈશ્વિક મહામારી અને પછીના રિકવરીના ગાળા દરમિયાન ઘણી એરલાઇન્સ માટે રિફંડ ઇશ્યૂ થયું હોવાની બાબતને સ્વીકારીને એર ઇન્ડિયાએ બેકલોગને ક્લીઅર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપી છે. ખાનગીકરણ પછીના થોડા મહિનાઓમાં જ રૂ. 150 કરોડથી વધારેના 2.5 લાખથી વધારે કેસ મળ્યાં હતાં. અત્યારે એર ઇન્ડિયાની વેબસાઇટ પર રિફંડની લાયકાત ધરાવતી રિક્વેસ્ટની સામાન્ય પ્રક્રિયા 2થી 3 દિવસની અંદર થઈ જશે. એરલાઇનના નિયંત્રણથી પર બેંકો અને/અથવા ક્રેડિટ કાર્ડ કંપનીઓ દ્વારા પરિણામી પ્રક્રિયાઓ ગ્રાહકોને તેમના ખાતામાં રિફંડ મળે એ અગાઉ બે અઠવાડિયાનો વધારે સમય ઉમેરી શકે છે (ટિકિટના વેચાણની શરતો સાથે સુસંગત રીતે ફીમાં કોઈ પણ કાપકૂપથી ઓછું). ટ્રાવેલ એજન્ટો મારફતે થયેલા બુકિંગના કેસમાં રિફંડ ટ્રાવેલ એજન્ટને કરવામાં આવશે, જેઓ પ્રવાસીઓને રિફંડ આપવા માટે જવાબદાર છે. આ અંગે એર ઇન્ડિયાના ચીફ કસ્ટમર એક્સપિરિયન્સ એન્ડ ગ્રાઉન્ડ સર્વિસીસ ઓફિસર રાજેશ ડોગરાએ કહ્યું કે અમારી વેબસાઇટ www.airindia.inના હોમ પેજની જૂની પેન્ડિંગ રિફંડ લિન્ક મારફતે વિગત પ્રદાન કરીને એર ઇન્ડિયામાંથી બાકી નીકળું રિફંડ મેળવવા ઇચ્છે છે. જો કોઈ રિફંડ બાકી નીકળતું હોય, તો આ લિન્ક એ સમસ્યાનું સમાધાન કરવા ખાસ બનાવી છે.

મણિપાલ કૉલેજ ઑફ હેલ્થ પ્રોફેશન્સે નેશનલ કોન્ફરન્સ- 2022નું આયોજન કર્યું

મણિપાલ: મણિપાલ કોલેજ ઓફ હેલ્થ પ્રોફેશન્સ, MAHE, મણિપાલે “હેન્ડલિંગ પેરીઓપરેટિવ ઈમરજન્સી: એનેસ્થેસિયા ટેક્નોલોજિસ્ટ્સ માટે એક સંકલિત શ્રેણી” વિષય પર નેશનલ કોન્ફરન્સ- 2022નું આયોજન કર્યું હતું. આ પરિષદ એનેસ્થેસિયા ટેક્નોલોજિસ્ટ્સને પેરીઓપરેટિવ કટોકટીને હેન્ડલ કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી અને પેરીઓપરેટિવ સમયગાળા દરમિયાન ગૂંચવણો અને કટોકટીઓને કેવી રીતે શોધી શકાય, મેનેજ કરવી અને સારવાર કરવી તે અંગેની માહિતી સાથે સંબંધિત સંસાધનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સમાં દક્ષિણ ભારતના 300થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેનું ઉદ્ઘાટન ડૉ. એચ.એસ. બલ્લાલ, પ્રો ચાન્સેલર, MAHE, મણિપાલ અને ડૉ. ઉન્નીકૃષ્ણન બી ડીન, કસ્તુરબા મેડિકલ કૉલેજ મેંગલોર અતિથિ વિશેષ હતા. ઉપસ્થિત અન્ય મહાનુભાવો ડૉ. જી. અરુણ મૈયા ડીન, મણિપાલ કૉલેજ ઑફ હેલ્થ પ્રોફેશન્સ, ડૉ. નીતા વર્ગીસ, કાર્યક્રમના વડા અને પરિષદના આયોજક સચિવ શ્રીમતી અંજુ ટી હતા.

ICICI ડાયરેક્ટે F&O ટ્રેડર્સ માટે ફ્લેશ ટ્રેડ શરૂ કર્યું

મુંબઇ: ઓનલાઇન પ્લેટફોર્મ ICICI ડાયરેક્ટે જોખમ ઘટાડતું અને વિઝ્યુઅલી રિચ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પ્લેટફોર્મનાં સ્વરૂપમાં ફ્લેશ ટ્રેડની શરૂઆત કરી છે. ફ્લેશ ટ્રેડ એ ટ્રેડિંગ ઓપ્શન્સ માટેની સલામત કાર્યપધ્ધતિ છે, જે ટ્રેડર્સને તેમનાં સમગ્ર ટ્રેડને સરળ રીતે ચાર્ટ પર જોવામાં મદદ કરે છે અને તેમને ‘અપ’ અને ‘ડાઉન’ એક્શન બટન સાથે સિંગલ ક્લિકમાં ટ્રેડ કરવાની મંજૂરી આપી છે. ટ્રેડર્સ સમય આધારિત એક્ઝિટ નિયમો સેટ કરી શકે છે, જેથી ઓછામાં ઓછું નુકસાન થાય અને નફો બુક થઈ શકે. ફ્રલેશ ટ્રેડનો હેતુ ઓર્ડર્સ, પોઝિશન, નફો-નુકસાન, ચાર્ટ્સ જેવાં તમામ ફિચર્સ એક સ્ક્રીન પર પૂરાં પાડીને સિંગલ સ્ક્રીન ટ્રેડિંગ અનુભવ પૂરો પાડવાનો ધ્યેય ધરાવે છે. આ પ્રોડક્ટ દ્વારા યુઝર સ્ક્રીન પર સમગ્ર ટ્રેડ સેટ અપ કસ્ટમાઇઝ કરી શકે છે અને ‘ટાઇમ બેઝ્ડ એક્ઝિટ ફ્યુચર’ ઓફર કરે છે, જે એ સુનિશ્ચિત કરે છે કે ટ્રેડ તેનાં સેટ કરેલાં સમયે સ્કેવર ઓફ થાય.

કેડિલા ફાર્મા ટીબી સામેની ઝૂંબેશ માટે ‘બેસ્ટ રેકોર્ડ હોલ્ડર્સ’ જાહેર

અમદાવાદ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સને worldkings.org. દ્વારા 100 રેકોર્ડ હોલ્ડર્સમાંથી ‘બેસ્ટ રેકોર્ડ હોલ્ડર્સ’ જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષે તા.24 માર્ચના રોજ ‘વર્લ્ડ ટ્યુબકર્યુલોસિસ ડે’ પ્રસંગે કેડિલાએ ‘ફાઈટ અગેઈન્સ્ટ (ટીબી) ટ્યુબકર્યુલોસિસ’ ઝૂંબેશ હાથ ધરી હતી. આ ઝૂંબેશ દરમ્યાન કેડિલાની ટીમને દેશભરના ડોક્ટરો પાસેથી આશરે 7215 સંદેશા પ્રાપ્ત થયા હતા. દુનિયામાંથી ટીબીની મહામારીનો અંત માટે જાગૃતિ વધારવામાં કંપનીએ મોટું યોગદાન આપ્યું હતું. વર્લ્ડકીંગ્સ દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે 4થી વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં દુનિયાના આશરે 100 રેકોર્ડ હોલ્ડર્સમાં કેડિલાને ‘શ્રેષ્ઠ રેકોર્ડ હોલ્ડર્સ’ જાહેર કરવામાં આવી હતી. વર્લ્ડ રેકોર્ડઝ યુનિયન (વર્લ્ડકીંગ્ઝ) એ રાષ્ટ્રિય અને પ્રાદેશિક રેકોર્ડઝ સંસ્થાઓનો દુનિયાનો પ્રથમ સંઘ (યુનિયન) છે. વર્લ્ડકીંગ્ઝની સ્થાપના વર્ષ 2013માં 25 બિઝનેસ પાર્ટનર્સ અને પ્રારંભિક સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝ પણ તેની સભ્ય છે. આમાં સામેલ થનારે વર્લ્ડકીંગ્ઝ દ્વારા આકરા મૂલ્યાંકનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

અશોક લેલેન્ડ લાઇટ કમર્શિયલ વાહનોની ડિલરશિપ મહેસાણામાં ખુલી

મહેસાણા: હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અશોક લેલેન્ડએ મહેસાણામાં લાઇટ કમર્શિયલ વ્હિકલ્સ માટે એની ડિલરશિપનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગુજરાત રાજ્યમાં કંપનીની 9મી લાઇટ કમર્શિયલ વ્હિકલ ડિલરશિપ છે. આ નવી ચેનલના પાર્ટનર દત્ત ઓટોહોઝ છે, જે 3S (સેલ્સ, સર્વિસ અને સ્પેર્સ) સુવિધા ધરાવે છે. આ સુવિધા અત્યાધુનિક ટૂલ્સ, ક્વિક સર્વિસ બે સાથે સજ્જ છે તથા ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરવા અદ્યતન માળખું ધરાવે છે. અત્યારે કંપની એલસીવી ઉત્પાદનો – બડા દોસ્ત, દોસ્ત, પાર્ટનર અને MiTRની રેન્જ ઓફર કરશે. આ ઉદ્ઘાટન પર અશોક લેલેન્ડ લિમિટેડના એલસીવી-હેડ રજત ગુપ્તાએ કહ્યું કે, અમારા 70 ટકા ગ્રાહકો વોરન્ટીના ગાળા પછી પણ અમારા ડિલર વર્કશોપમાં પરત ફરે છે. તાજેતરમાં બડા દોસ્ત ઉત્પાદન પ્રસ્તુત કર્યું છે, જે સંપૂર્ણપણે નવા મજબૂત એલસીવી પ્લેટફોર્મ પર નિર્મિત હશે અને ચાર વેરિઅન્ટ i2, i3, i3+ અને i4 ધરાવે છે. આ રેન્જને i-GEN6 ટેકનોલોજી સાથે લેટેસ્ટ BS6 એન્જિન દ્વારા પાવર્ડ છે, જે શ્રેષ્ઠ પાવર અને માઇલેજ, શ્રેષ્ઠ પેલોડ અને શ્રેષ્ટ લોડી બોડી લંબાઈ અને લોજિંગ સ્પેસ ધરાવે છે.