CORPORATE/ BUSINESS NEWS/ RESULTS
અદાણી ગ્રીનનો H1 FY23 રોકડ નફો 49 ટકા વધી રૂ. 1281 કરોડ
અમદાવાદઃ અદાણી ગ્રીન એનર્જી લિ.એ H1 FY23 Results જાહેર કર્યા છે. તે અનુસાર કંપનીનો રોકડ નફો 49 ટકા વધી રૂ. 1281 કરોડ (રૂ. 859 કરોડ) થયો છે. કંપનીની આવકો પણ 45 ટકા વધી રૂ. 2435 કરોડ (રૂ. 1682 કરોડ) થઇ છે. કંપનીનો EBITDA 52 ટકા વધી રૂ. 2396 કરોડ (રૂ. 1577 કરોડ) નોંધાયો છે. ત્રિમાસિક ધોરણે કંપનીનો કેશ નફો 50 ટકા વધી રૂ. 601 કરોડ (રૂ. 401 કરોડ) અને આવકો 33 ટકા વધી રૂ. 1107 કરોડ (રૂ. 834 કરોડ) નોંધાયા છે.
Q2 & H1 FY23: નાણાકીય કામગીરી એક નજરે
વિગત(રૂ. કરોડ) | Q2 FY23 | Q2 FY22 | % change | H1 FY23 | H1 FY22 | % change |
આવકો | 1,107 | 834 | 33% | 2,435 | 1,682 | 45% |
EBITDA | 1,131 | 787 | 44% | 2,396 | 1,577 | 52% |
EBITDA (%) | 91.4% | 93.6% | 91.6% | 93.1% | ||
રોકડ નફો | 601 | 401 | 50% | 1,281 | 859 | 49% |
Q2માં વિનસ પાઇપ્સનો ચોખ્ખો નફો 17% વધ્યો
અમદાવાદઃ સ્ટેનલેસ પાઈપો અને ટ્યુબ ઉત્પાદક વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડે 30 સપ્ટેમ્બર-22ના રોજ પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 17 ટકા વૃદ્ધિ સાથે રૂ. 10.3 કરોડ (રૂ. 8.8 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 41.2 ટકા વધી રૂ. 126.4 કરોડ (રૂ. 89.5 કરોડ) થઇ છે. છ માસિક ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 25.8 ટકા વધી રૂ. 19.5 કરોડ (રૂ. 15.5 કરોડ) અને આવકો 40.8 ટકા વધી રૂ. 240 કરોડ (રૂ. 170.5 કરોડ) નોંધાયા છે. કંપનીની નાણાકીય કામગીરી અંગે ટિપ્પણી કરતાં, વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અરુણ કોઠારીએ જણાવ્યું કે, “બહારનું વાતાવરણ પડકારજનક હોવા છતાં, કંપનીએ આ ક્વાર્ટરમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. અમે ભૌગોલિક રીતે અને અમારી સમગ્ર સેલ્સ ચેનલમાં વૈવિધ્યીકરણ કરવાના અમારા ઉદ્દેશ્યને હાંસલ કરવાની દિશામાં પણ નોંધપાત્ર પગલું ભર્યું છે. ડોમેસ્ટિક ગ્રાહકોને અમારું સીધુ વેચાણ Y-o-Y ધોરણે 136% વધ્યું છે અને હવે H1FY23 માટે કુલ આવકમાં અંદાજે 62% યોગદાન આપી રહ્યું છે.
વિનસ પાઇપ્સની નાણાકીય કામગીરી એક નજરે
વિગતો (રુપીયા કરોડમાં) | Q૨FY૨૩ | Q૨FY૨૨ | Y–o–Y (%) | H૧FY૨૩ | H૧FY૨૨ | Y–o–Y (%) |
રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ | ૧૨૬.૪ | ૮૯.૫ | ૪૧.૨% | ૨૪૦.૦ | ૧૭૦.૫ | ૪૦.૮% |
વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી ( EBITDA) | ૧૫.૫ | ૧૩.૪ | ૧૫.૭% | ૩૦.૦ | ૨૨.૭ | ૩૨.૨% |
પ્રોફીટ બિફોર ટેક્સ | ૧૩.૯ | ૧૧.૭ | ૧૮.૮% | ૨૬.૧ | ૨૦.૭ | ૨૬.૧% |
પ્રોફીટ આફ્ટર ટેક્સ | ૧૦.૩ | ૮.૮ | ૧૭.૦% | ૧૯.૫ | ૧૫.૫ | ૨૫.૮% |