આર્કિયનનો IPO બીજા દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, ફાઇવસ્ટાર બિઝનેસ ફાઇનાન્સ અને કેઇન્સના IPOમાં રિટેલ રોકાણકારોનો રસ ઘટ્યો

અમદાવાદઃ અતિની ગતિ નહિં…. કહેવાત અનુસાર પ્રાઇમરી માર્કેટમાં ઇશ્યૂઓની વણધાર અને ધાર્યા કરતાં ઊંચા પ્રિમિયમ સાથે આવી રહેલા IPOના કારણે રોકાણકારોનો રસ ઘટી રહ્યો છે. બીજી તરફ સેકન્ડરી માર્કેટમાં પણ ટોન સુસ્તી તેમજ થોભો અને રાહ જુઓનો જોવા મળી રહ્યો છે.

આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશેલા 3 IPOમાં રોકાણકારોએ કોઈ ખાસ પ્રતિસાદ આપ્યો નથી. જો કે, આર્કિયન કેમિકલનો IPO બીજા દિવસે 1.94 ગણો ભરાયો છે. અન્ય બે IPOમાં હજી 50 ટકા સબ્સ્ક્રિપ્શન પણ જોવા મળ્યુ નથી.

આર્કિયન કેમિકલના રૂ. 1462 કરોડના IPO માટે રિટેલ રોકાણકારોએ 2.94 ગણી એપ્લિકેશન્સ કરી છે. જ્યારે NII પોર્શન 2.07 ગણો, QIB 54 ટકા ભરાયો છે. પ્રાઈસ બેન્ડ 386-407 છે. આવતીકાલે IPO બંધ થશે. જેના શેર એલોટમેન્ટ 16 નવેમ્બરે થવાની શક્યતા છે.

ફાઈવ સ્ટાર બિઝનેસના IPOને બીજા દિવસે પણ કોઈ ખાસ પ્રતિસાદ જોવા મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે, QIB પોર્શન 1.01 ગણો સબ્સ્ક્રાઈબ થઈ ચૂક્યો છે. જ્યારે NIIમાં 0.02 ગણી અને રિટેલ 0.06 ગણી અરજી સાથે કુલ 32 ટકા ભરાયો છે. કંપની રૂ. 450-474ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1960 કરોડ એકત્ર કરવા માગે છે.

કેઈન્સના IPOમાં રિટેલ પોર્શન 12 ટકા ભરાયો

કેઈન્સના IPO પહેલા દિવસે માત્ર 23 ટકા ભરાયો હતો. જેમાં કર્મચારીઓએ સૌથી વધુ આકર્ષણ દર્શાવતા કર્મચારીનો પોર્શન ફુલ્લી 2.04 ગણો ભરાયો હતો. QIB પોર્શન 52 ટકા અને NII 10 ટકા જ્યારે રિટેલ 12 ટકા ભરાયો હતો. IPO 14 નવેમ્બરે બંધ થશે.

3 IPO કેટેગરી વાઇસ સબસ્ક્રીપ્શનની સ્થિતિ

COMPANYISUUE  DATESQIB (x)NII (x)RETAIL (x)TOTAL (x)
FIVESTAR BUSINESS FIN.9-11 NOV.1.010.020.060.32
ARCHEAN CHEMICALS9-11 NOV.0.542.072.941.41
KAYENS TECH10- 14 NOV.0.520.100.120.23

(IPO સબ્સ્ક્રિપ્શનના આંકડા સાંજના પાંચ વાગ્યા સુધીના બીએસઇ અનુસાર છે)