અમદાવાદઃ બીએસઈ ખાતે આઈનોક્સ ગ્રીન એનર્જીએ 7 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઈન્ટ્રા ડે રૂ 65ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યો હતો. ઈન્ટ્રા ડે 63.95ની હાઈ અને 58.50ની બોટમ બનાવી હતી. અંતે 9.08 ટકા ડિસ્કાઉન્ટે 59.10 પર બંધ રહ્યો હતો.

ઇશ્યૂ પ્રાઇસ65
ખૂલ્યો60.50
વધી63.95
ઘટી58.50
બંધ59.10
ઘટાડોરૂ. 5.90
ઘટાડો9.08 ટકા

2022માં નવેમ્બરમાં સૌથી વધુ IPO લિસ્ટેડ થયાં

ચાલુ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ IPO નવેમ્બરમાં યોજાયા હતા. નવેમ્બરમાં કુલ 8 IPOએ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવ્યુ છે. જેમાંથી ફાઈવ સ્ટાર બિઝનેસ, ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સ અને કિસ્ટોન રિયલટર્સને બાદ કરતાં પાંચ IPO પ્રિમિયમે લિસ્ટેડ થયા હતા. સૌથી વધુ ડિફેન્સ સેક્ટરની કંપની DCX Systemsમાં 49 ટકા પ્રિમિયમ અને કેઈન્સ ટેક્નોલોજીમાં 32 ટકા રિટર્ન જોવા મળ્યુ હતું.

Keystone Realtorsમાં નબળા લિસ્ટિંગની દહેશત

ગુરુવારે કિસ્ટોન રિયલટર્સના IPOનું લિસ્ટિંગ થશે. જો કે, કિસ્ટોન રિયલટર્સના IPOને કોઈ ખાસ પ્રતિસાદ ન મળતાં લિસ્ટિંગ નબળુ રહેવાની શક્યતા છે. રૂ. 635 કરોડના IPO માટે રિટેલ રોકાણકારોએ માત્ર 53 ટકા જ બિડ ભર્યા હતા. આજે આઈનોક્સ ગ્રીનના ડિસ્કાઉન્ટે લિસ્ટિંગથી કિસ્ટોન રિયલટર્સ માટે કોઈ આશાનું કિરણ જણાઈ રહ્યુ નથી. ગ્રે માર્કેટમાં માત્ર રૂ. 5 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.

આકર્ષક ફાઈનાન્સિયલ ટ્રેક રેકોર્ડ હોવા છતાં વધુ પડતી વેલ્યૂએશનના કારણે કિસ્ટોન રિયલટર્સના IPOને કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. જેથી લિસ્ટિંગ ફ્લેટ અથવા ડિસ્કાઉન્ટે થવાની ભીતિ છે. કંપનીએ રૂ. 541ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 635 કરોડનો IPO યોજ્યો હતો. જે ક્યુઆઈબી પોર્શન 3.84 ગણો, એનઆઈઆઈ 3.03 ગણો ભરાવા સાથે કુલ 2.01 ગણો ભરાયો હતો.