માર્કેટમાં ટ્રેન્ડ નેગેટિવ પરંતુ બ્રેડ્થ પોઝિટિવ વચ્ચે પ્રોફીટ બુકિંગનો માહોલ

અમદાવાદ: ભારતીય શેરબજારો સતત આઠ ટ્રેડિંગ સેશન સુધી વધ્યા બાદ આજે કરેક્શનનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ છેલ્લા આઠ દિવસમાં 2100 પોઈન્ટ વધ્યા બાદ આજે 415.69 પોઈન્ટનું કરેક્શન નોંધાયુ હતું. પરંતુ શુક્રવારના રોજ દલાલ સ્ટ્રીટ પર આખલાની તેજીને 415.69 પોઇન્ટની પ્રોફીટ બુકિંગની નથ પહેરાવાઇ હતી. જોકે, માર્કેટમાં ટ્રેન્ડ નેગેટિવ રહેવા સામે માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી. જે પ્રોફીટ બુકિંગના કારણે હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

BSE સેન્સેક્સ સવારે 306 પોઇન્ટના ગેપડાઉન ઓપનિંગ સાથે ખુલ્યા બાદ નીચામાં 604 પોઇન્ટ સુધી ઘટી 63000 પોઇન્ટની સપાટી ગુમાવવા સાથે છેલ્લે 415.69 પોઇન્ટ ઘટી 62868.50 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ 18600 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી નીચે 116.40 પોઇન્ટના ઘટાડા સાથે 18696.10 પોઇન્ટ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ362120301455
સેન્સેક્સ30422

કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચેઃ ભેલ 7 ટકા ઊછળ્યો

ખાસ્સા સમય પછી કેપિટલ ગુડ્સ શેર્સમાં સુધારાની ચાલ જોવા મળી હતી. તેના કારણે કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ઐતિહાસિક 34250.68 પોઇન્ટની ટોચે પહોંચ્યા બાદ છેલ્લે 27.33 પોઇન્ટના સુધારા સાથે 34164.61 પોઇન્ટ બંધ રહ્યો હતો.

સ્ક્રીપબંધસુધારો%
BHEL90.556.91
SUZLON9.464.53
CARBORUNIV860.602.94
POLYCAB2673.752.57

વૈશ્વિક બજારોમાં નબળા મૂડ વચ્ચે રોકાણકારોએ પ્રોફિટ બુક કર્યો હતો. જો કે, વર્તમાન તેજીનો તબક્કો હજી જારી રહેવાનો આશાવાદ નિષ્ણાતો આપી રહ્યા છે.

આજના ઘટાડા પાછળના પાંચ કારણો એક નજરે

1. પ્રોફિટ બુકિંગઃ છેલ્લા કેટલાક દિવસોમાં એકતરફી તેજી બાદ બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી અને ઓટો સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેના કારણે શુક્રવારે બજારમાં બ્રેક લાગી હતી.

2. ઓટો સેક્ટર પ્રેશરમાં:  ઓટોમોબાઈલ કંપનીઓના માસિક વેચાણના આંકડા જાહેર થયા બાદ ઓટોમોબાઈલ શેરો પર દબાણ જોવા મળ્યું હતું. જ્યાં ટુ-વ્હીલર કંપનીઓએ માસિક ધોરણે વેચાણમાં ઘટાડો નોંધાવ્યો હતો. પેસેન્જર વાહન સેગમેન્ટના આંકડા ફ્લેટ રહ્યા હતા.

3. ટેકનિકલ પાસું: બજાર દૈનિક ચાર્ટ પર ઓવરબૉટ ટેકનિકલ સ્થિતિમાં હતું. નિફ્ટીને 18,600 અને 18,900ના સ્તરે તાત્કાલિક સપોર્ટ મળ્યો હતો.

4. વેલ્યૂએશન: વીકે વિજયકુમાર, ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસ, કહે છે કે બજારમાં તેજી કરતાં વેલ્યૂએશન ઊંચું છે.

5. વૈશ્વિક બજારો: ગયા મહિને યુએસમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં ઘટાડો થવાને કારણે ડાઉ જોન્સ 0.6 ટકા તૂટ્યો. મંદી સંબંધિત ચિંતાઓ વચ્ચે એશિયાના અન્ય બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર સ્થાનિક બજાર પર જોવા મળી હતી.