Wolters Kluwer celebrates 30 years of UpToDate, clinical decision support solution
Wolters Kluwer: દૂનિયાભરના 20 લાખથી વધુ ચિકિત્સકોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે
Wolters Kluwer દ્વારા ચિકિત્સકીય નિર્ણય આધાર સમાધાન અપટુડેટનાં 30 વર્ષની ઉજવણી
અમદાવાદઃ Wolters Kluwer, Health દ્વારા ચિકિત્સકીય નિર્ણય આધાર (સીડીએસ) સમાધાન અપટુડેટનાં 30 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. લગભગ 190 દેશોમાં બે મિલિયનથી વધુ ચિકિત્સકો ચિકિત્સકીય પ્રશ્નોના પુરાવા આધારિત ઉત્તરો આપીને સંભાળ સુધારવા મદદરૂપ થવા માટે અપટુડેટ પર વિશ્વાસ રાખે છે. અધ્યયનોમાં એવું જોવા મળ્યું છે કે અપટુડેટ નિર્ણય લેવાની બાબતમાં સુધારણામાં મદદરૂપ થાય છે, જેને લીધે સંભાળના ઉચ્ચ ગુણવત્તા મળે છે અને સુધારિત આરોગ્ય પરિણામો પ્રાપ્ત થાય છે. તેનાથી તબીબી શિક્ષણ પર પણ પૂરતો પ્રભાવ પડ્યો છે.
Wolters Kluwerના ક્લિનિક ઈફેક્ટિવનેસ ડિવિઝનના ભારત અને સાર્કના કન્ટ્રી હેડ હરીશ રામચંદ્રને જણાવ્યું હતું કે, અપટુડેટ ઉત્તમ ગુણવત્તાની દર્દી સંભાળને ટેકો આપવાનો અને પ્રમોટ કરવાનો 30 વર્ષનો સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે અને અમે આ કટિબદ્ધતા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. અમે ચિકિત્સકોને જરૂરી તાલીમ અને જ્ઞાન પ્રાપ્ત થતું હોવા છતાં દરેક આરોગ્યસંભાળ સંસ્થા માટે આ ટેકનોલોજી લાવવા પર ભાર આપીએ છીએ. એકદમ તાજેતરની અને પુરાવા આધારિતમાહિતીને પહોંચ ચિકિત્સકીય પરિણામો સુધારવામાં મદદ કરી શકે છે.
30 વર્ષથી અપટુડેટ ચિકિત્સકીય રીતે મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના પુરાવા આધારિત ઉત્તરો આપે છે એમ Peter Bonis, એમડી, ચીફ મેડિકલ ઓફિસર, વોલ્ટર્સ ક્લુવર, હેલ્થ કહે છે. એનિવર્સરી Ariadne Labs Better Evidence program સાથે તેની ભાગીદારીના મોટા માઈલસ્ટોનની પણ ઉજવણી કરે છે. અપટુડેટના લગભગ 100,000 સબ્સ્ક્રિપ્શન્સ 150 દેશમાં સંભાળકર્તાઓ અને સંસાધન મર્યાદિત સેટિંગ્સમાં સંસ્થાઓને દાન કરાયા છે. પ્રોગ્રામ 2009માં શરૂ થયો હતો, જે Wolters Kluwerના મોજૂ સર્વત્ર ઉત્તમ સંભાળ આપવાના ધ્યેયનો ભાગ છે. બ્રિગહેમ ખાતે એરિયેડને લેબ્સા જોઈન્ટ સેન્ટર ફોર હેલ્થ સિસ્ટમ્સ ઈનોવેશન્સ અને હાર્વર્ડ ટી. એચ. ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ખાતે બહેતર પુરાવાના ડાયરેક્ટર રેબેકા વેઈનટ્રોબે જણાવ્યું હતું કે મેડિકલના વિદ્યાર્થીઓને ઓછા સંસાધનના સેટિંગ્સમાં, જ્યાં ખર્ચ પારંપરિક રીતે મોટો અવરોધ છે ત્યાં અપટુડેટને પહોંચ તેમને ભવિષ્યમાં લાંબા સમય માટે પુરાવા આધારિત સંભાળ પૂરી પાડવા તેમને તૈયાર થવામાં મદદ કરે છે.
190થી વધુ દેશોમાં 20 લાખથી વધુ ચિકિત્સકો અને 44000થી વધુ સંસ્થાઓને ઉપયોગી
અપટુડેટની સ્થાપના નેફ્રોલોજિસ્ટ બર્ટન બડ રોઝ, એમડી દ્વારા 1992માં કરવામાં આવી હતી. ત્રણ દાયકા પછી અપટુડેટ સ્માર્ટફોન્સ, બ્રાઉઝર્સ અને ઈલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ (ઈએચઆર) સિસ્ટમ્સ પર બે મિલિયન ચિકિત્સકો અને 190થી વધુ દેશમાં 44,000 સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તે સતત અપડેટ કરાય છે અને 25 સ્પેશિયાલ્ટીઝમાં મહિના દીઠ લગભગ 54 મિલિયન વિષયોને ઉપભોક્તાઓને પહોંચ સાથે ભારે પ્રમાણમાં ઉપયોગ કરાય છે.