આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર સહિત 8 સેક્ટોરલ્સમાં એક ટકાથી વધુ કરેક્શન

સેન્સેક્સ સાપ્તાહિક 383 પોઇન્ટના કરેક્શન સાથે 61338 પોઇન્ટે

નિફ્ટીએ મહત્વની18600- 18300 પોઇન્ટની ટેકાની સપાટી ગુમાવી

ફેડ બાદ ECB BOEએ પણ વ્યાજ વધારતાં વૈશ્વિક બજારો ફફડ્યાં

ઘરઅંગણે RBI પણ વ્યાજદરમાં 0.25 ટકા વધારો કરે તેવી દહેશત

ટેકનિકલી નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ટોપ ફોર્મેશન રચી

અમદાવાદઃ યુએસ ફેડ રિઝર્વના વ્યાજદર વધારાનું અનુસરણ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઓફ ઇન્ગલેન્ડે પણ કર્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ તેના રેપોરેટમાં 0.25 ટકા આસપાસ વધારો કરે તેવી શક્યતા અને દહેશત વચ્ચે ભારતીય શેરબજારોમાં સતત બીજાં દિવસે પણ હેવી વોલેટિલિટી વચ્ચે આટ સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં એક ટકા કે તેથી વધુ ઘટાડાની સ્થિતિ રહી હતી. દરમિયાનમાં સેન્સેક્સે 461 પોઇન્ટ ગુમાવવા સાથે 61337 પોઇન્ટનું લેવલ નોંધાવ્યું છે. તો નિફ્ટીએ તેની અતિ મહત્વની 18600 અને ત્યારબાદ 18300 પોઇન્ટની ટેકનિકલી ટેકાની તેમજ સાયકોલોજિકલ સપાટીઓ ગુમાવી છે.

સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે 383 પોઇન્ટ ગુમાવ્યા, નવેમ્બરમાં -1485

સેન્સેક્સ સાપ્તાહિક ધોરણે 383 પોઇન્ટના ઘટાડા સાથે 61799 પોઇન્ટ બંધ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર નવેમ્બર માસ દરમિયાન સેન્સેક્સે 1485 પોઇન્ટનું હેવી કરેક્શન નોંધાવ્યુ છે. જેમાં તેણે 63000 અને 62000 પોઇન્ટની સપાટીઓ ગુમાવી છે.

ટેકનિકલી નિફ્ટીએ 18100- 18000નો ટેકનિકલ સપોર્ટ જાળવવો જરૂરી

ટેકનિકલી નિફ્ટીએ લોઅર ટોપ ફોર્મેશન ડેઇલી ચાર્ટ ઉપર અને ઇન્ટ્રા-ડે ચાર્ટ ઉપર ડબલ ટોપ રિવર્સલ ફોર્મેશન રચ્યું છે. જે દર્શાવે છે કે, જો નિફ્ટી 50 દિવસીય સિમ્પલ મૂવિમંગ એવરેજ 18100 અને 18000 પોઇન્ટની મહત્વની સપોર્ટ લાઇન નીચે બંધ આપશે તો માર્કેટમાં વધુ ખરાબી જોવા મળી શકે છે. નિફ્ટી જો સુધારાની ચાલ તરફ વળે તો પણ 20 દિવસીય એસએમએ 18550 આસપાસ હેવી રેઝિસ્ટન્સ અનુભવી શકે છે. માટે આરબીઆઇની પોલિસી જાહેરાત આસપાસ ટ્રેડર્સ અને રોકાણકારોએ સ્ટોપલોસ હાથવગો રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

શુક્રવારે 1 ટકા આસપાસ ઘટેલા ઇન્ડાઇસિસની ચાલ એક નજરે

IndexOpenHighLowCurrent ValuePrev. CloseCh (pts)Ch (%)
CD5,846.155,871.245,797.695,802.025,881.83-79.81-1.36
Healthcare23,289.3723,384.2723,058.7723,077.5423,387.91-310.37-1.33
IT28,935.7729,213.3128,731.8628,792.8929,155.38-362.49-1.24
AUTO29,464.5929,613.0429,175.2629,278.0729,613.36-335.29-1.13
CG34,760.3935,100.4534,372.7034,535.0734,977.30-442.23-1.26
CD39,879.3840,013.6039,668.4139,757.7040,121.36-363.66-0.91
POWER4,518.324,547.264,472.264,497.804,546.84-49.04-1.08
REALTY3,520.443,568.763,494.663,502.903,558.89-55.99-1.57
TECK13,592.5313,716.1813,481.5313,510.1213,680.51-170.39-1.25