કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.1,220નો ઉછાળો, મેન્થા તેલ ઢીલું
ચાંદી વાયદો રૂ.70 હજારને પાર, ક્રૂડ તેલમાં સીમિત રેન્જમાં સુધારો
મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,764ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,886 અને નીચામાં રૂ.54,692 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.166 વધી રૂ.54,843ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.119 વધી રૂ.43,999 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.5,390ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,293ના ભાવે ખૂલી, રૂ.195 વધી રૂ.54,425ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,279ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,335 અને નીચામાં રૂ.69,238 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1109 વધી રૂ.70,184 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1070 વધી રૂ.70,122 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,052 વધી રૂ.70,102 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.65 વધી રૂ.209.40 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.3.90 વધી રૂ.272ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.80 વધી રૂ.746.15 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.188ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,643ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,679 અને નીચામાં રૂ.6,580 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.13 વધી રૂ.6,665 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.60 ઘટી રૂ.426.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.26,210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.28,870 અને નીચામાં રૂ.26,210 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,220 વધી રૂ.28,520ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.70 ઘટી રૂ.979.10 થયો હતો.