અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ 361.01 પોઇન્ટના સુધારા સાથે 60927.43 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 117.70 પોઇન્ટના સુધારા સાથે 18132.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. કોવિડ ક્રાઇસિસ હળવી થવાના અણસારો તેમજ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ સાથે કદમતાલ મિલાવવા સાથે ભારતીય શેરબજારોમાં મોટાભાગના સેક્ટોરલ્સમાં એકથી 4.6 ટકા સુધીનો સંગીન સુધારો રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ- માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીથી વેલ્યૂ બાઇંગનું

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3631 પૈકી 2539 સ્ક્રીપ્સમાં સુધારો અને 971 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીમાંથી ધીરે ધીરે વેલ્યૂ બાઇંગનું બની રહ્યું છે. તેના કારણે જ આજે 59 સ્ક્રીપ્સમાં 52 વીકની હાઇ સપાટી જોવા મળી હતી. સામે 35 સ્ક્રીપ્સમાં 52 વીકની લો સપાટી નોંધાઇ હતી. સેન્સેક્સ પેકની 30 પૈકી 25 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો.

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30255
બીએસઇ36312539971

“વૈશ્વિક શેરબજારોની સાથે સ્થાનિકમાં પણ સુધારો

વૈશ્વિક શેરબજારોના સુધારા સાથે, સ્થાનિક બજાર તેના પાછલા સપ્તાહના નુકસાનને ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોવિડ પ્રતિબંધો હળવા થવાના અહેવાલો પર ચીનમાં માંગ રિકવર થવાની આશા વચ્ચે મેટલ શેરો ચમક્યા છે.” – વિનોદ નાયર, રિસર્ચ હેડ, જિયોજિત ફાઈનાન્સિયલ

સુગર શેર્સની મિઠાશમાં ઉમેરો થયો

સરકારે શેરડીની બાય પ્રોડકટ્સમાંથી ઇથેનોલ બનાવવા માટેના તા. લાભો 26 ડિસેમ્બરથી 100 ટકા જાહેર કરતાં સુગર શેર્સની મિઠાશમાં વધારો જોવા મળ્યો હતો. તે ઉપરાંત સ્ટોક હોલ્ડિંગ મર્યાદામાં પણ છૂટછાટ આપવાની વિચારણા ચાલી રહી હોવાના અહેવાલો પાછળ સુગર શેર્સમાં આકર્ષણ વધ્યું હતું.

સુધરેલા સુગર શેર્સમાં કેસીપી સુગર મોખરે

કંપનીબંધસુધારો (ટકા)
કેસીપી સુગર ઇન્ડ31.1016.04
પોન્ની સુગર441.8515.94
મવાણા સુગર્સ98.7011.34
કેએમસુગર30.7011.23
ડીબીઓએલ201.508.13
ઉત્તમ સુગર્સ279.357.87
દ્વારકેશ103.006.90
રાણઆ સુગર્સ26.406.88
ધામપુર સુગર્સ245.806.64
ધામપુર31.456.61

નિફ્ટી માટે બુધવારનો ટેકનિકલ વ્યૂ

નિફ્ટી તેની 18200 પોઇન્ટની 50 દિવસીય મૂવિંગ એવરેજની સપાટી જાળવી રાખે તો આગામી ટાર્ગેટ 18300 પોઇન્ટનો હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવી રહ્યા છે. નીચામાં 17900- 18000 પોઇન્ટની સપાટીઓ હાલ તો મહત્વની સપોર્ટ લેવલ્સ હોવાનું નિષ્ણાતો જણાવે છે. ટેકનિકલી નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર લોંગ લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલની રચના જોવા મળી છે. જેમાં હાયર હાઇની ફોર્મેશન પણ જોવા મળી છે. જે દર્શાવે છે કે, રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ તેના ડેઇલી સ્કેલ ઉપર 45 અને વીકલી ચાર્ટ ઉપર 56 લેવલ્સ દર્શાવે છે. જે નિફ્ટી માટે 18300નો નજીકનો ટાર્ગેટ સૂચવે છે.

” નિફ્ટી 18070 ઉપર રહે ત્યાં સુધી સુધારાની આશા

વોલેટાઈલ ટ્રેડિંગ સેશનના અંતે નિફ્ટી સુધારા તરફી બંધ રહેવા સફળ રહ્યો છે. દૈનિક ચાર્ટ પર રેલી 50EMA પર અટકી છે. જ્યાં સુધી તે 18,070થી ઉપર રહે ત્યાં સુધી વલણ હકારાત્મક દેખાય છે. નિફ્ટી 18,350 તરફ આગળ વધી શકે છે. નીચલા છેડે સપોર્ટ 18,070/17,950 પર મૂકવામાં આવ્યો છે.” – રૂપક દે, એલકેપી સિક્યુરિટીઝ