મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે ડિસેમ્બરમાં 21,640 યુનિટનું વેચાણ કર્યું
મુંબઈ: મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ ડિસેમ્બર, 2022માં એના ટ્રેક્ટરના વેચાણના જાહેરકરેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બર, 2022માં સ્થાનિક બજારોમાં 21,640 યુનિટનું વેચાણ કર્યું હતું, જે ડિસેમ્બર, 2021 દરમિયાન 16,687 યુનિટ હતું. ડિસેમ્બર, 2022 દરમિયાન ટ્રેક્ટરનું કુલ વેચાણ (સ્થાનિક + નિકાસ) 23,243 યુનિટ હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 18,269 યુનિટ હતું. સમીક્ષાના મહિના દરમિયાન નિકાસ 1,603 યુનિટ થઈ હતી. કંપનીના પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ કહ્યું કે, ડિસેમ્બર, 2022 દરમિયાન સ્થાનિક બજારમાં 21,640 ટ્રેક્ટરનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં થયેલા વેચાણની સરખામણીમાં 30 ટકા વધારે હતું. નિકાસ બજારમાં અમે 1,603 ટ્રેક્ટરનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 1 ટકા વધારે છે.
કૃષિ ઉપકરણ ક્ષેત્રના વેચાણનો સાર | ||||||
ડિસેમ્બર | ચાલુ વર્ષે ડિસેમ્બર સુધી | |||||
કૃષિ ઉપકરણ ક્ષેત્રના વેચાણનો સાર | નાણાકીય વર્ષ 2022-23 | નાણાકીય વર્ષ 2021-22 | % ફેરફાર | નાણાકીય વર્ષ 2022-23 | નાણાકીય વર્ષ 2021-22 | % ફેરફાર |
સ્થાનિક | 21640 | 16687 | 30% | 303664 | 268868 | 13% |
નિકાસ | 1603 | 1582 | 1% | 14150 | 12948 | 9% |
કુલ | 23243 | 18269 | 27% | 317814 | 281816 | 13% |
*CKD સહિત નિકાસ