સોશિયલ મિડિયા ઉપર સંખ્યાબંધ કહેવાતાં નિષ્ણાતો અને ટીડાજોષીઓ દ્વારા સકસેસ સ્ટોરીઝનો મારો ચલાવવામાં આવતો હોય છે કે, એક રોકો અને અનેક કમાવ. વાસ્તવમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ અને કન્સલટન્સીના નામે લાખના બાર હજાર થઇ જાય ત્યારે આતો માર્કેટ છે ભાઇ ખોટ પણ થાય કહીને હાથ અદ્ધર કરી દે ત્યારે રોકાણકારોની મૂડીની મોકાણ થઇ જતી હોય છે. તેની સામે લાલબત્તી સમાન આ પિક્ચર સારી એવી ચેતવણી આપી રહ્યું છે.