અમદાવાદઃ આગામી નાણાકીય વર્ષ 2025 સુધીમાં ટોચની પીએસયુ બેન્ક્સ 14-23 ટકાના દરે ગ્રોથ કરશે અને તેમના શેર્સમાં સારી એવી વૃદ્ધિ જોવા મળે તેવો રિસર્ચ રિપોર્ટ એક બ્રોકરેજ હાઉસે પ્રગટ કર્યો છે. તેના અનુસંધાનમાં આજે સેન્ટ્રલ બેન્ક 4.89 ટકા, આઇઓબી 7.32 ટકા, મહારાષ્ટ્ર બેન્ક 4.26 ટકા, પીએનબી 3.7 ટકા, પીએસબી 4.94 ટકા, યુકો બેન્ક 8.32 ટકા અને યુનિયન બેન્ક 5.33 ટકા ઉછળ્યા હતા. દરમિયાનમાં બીએસઇ સેન્સેક્સ 168.21 પોઇન્ટના ઘટાડા સાથે 60092.97 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 61.80 પોઇન્ટના ઘટાડા સાથે 17900 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી 17894.80 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

વિવિધ સેક્ટરોલ્સની સ્થિતિ

આ સેક્ટર્સ સુધર્યાઃ પીએસયુ બેન્ક્સ, આઇટી

આ સેક્ટર્સ ઘટ્યાઃ મેટલ, ઓટો અને પ્રાઇવેટ બેન્ક્સ

Security NameLTP% Chg
BANKBARODA185.750.46
BANKINDIA97.801.45
CENTRALBK32.204.89
INDIANB287.800.98
IOB32.257.32
MAHABANK33.054.26
PNB58.903.70
PSB32.954.94
SBIN603.000.49
UCOBANK32.558.32
UNIONBANK82.955.33

બ્રોકરેજ હાઉસની નજરે અદાણી ગ્રીનનો શેર

સોમવારે અદાણી જૂથના મોટાભાગના સુસ્ત રહ્યા હતા. પરંતુ અદાણી ગ્રીનનો શેર ઇન્ટ્રા-ડે 2100ની સપાટી ક્રોસ કરી ગયા બાદ છેલ્લે 9.47 ટકાના સુધારા સાથે બીએસઇ ખાતે 2093ની સપાટીએ બંધ રહ્યો હતો. મોટાભાગના બ્રોકરેજ હાઉસ આ શેર રૂ. 1920-1950ના સ્ટોપલોસ સાથે મિડિયમ ટર્મ માટે રૂ. 2288- 2600ના ટાર્ગેટ સાથે ઇન્વેસ્ટમેન્ટ માટેની સલાહ આપી રહ્યા છે.

બ્રોકરેજ હાઉસટાર્ગેટસ્ટોપલોસ
આનંદ રાઠી26001950
Tips2trades22881920

Adani Greenમાં 9.5 ટકાનો ઉછાળો જૂથના અન્ય શેર્સ સુસ્ત

Companylast+/-%
adani green20939.47
adani enter.3619-2.75
adani port487-0.99
adani power273-1.97
adani trans2702+0.59
adani total3709-0.08
adani wilmar568-0.82

માર્કેટબ્રેડ્થ નેગેટિવ, અંડરટોન સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગનો

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3778 પૈકી 1691 સ્ક્રીપ્સમાં સુધારો અને 1910 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 15-15ની સ્થિતિ રહી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. પરંતુ ઓવરઓલ માર્કેટ અંડરટોન સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગનો બની રહ્યો છે.

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ3778+1691-1910
સેન્સેક્સ30+15-15

ડોલર સામે સતત ડગમગી રહેલો રૂપિયો

કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 81.30ની સપાટીએ પોઝિટિવ ખૂલ્યો હતો. પરંતુ બે સપ્તાહની સુધારાની ચાલ ધોઇને છેલ્લે 18 પૈસાના નુકસાન સાથે 81.58ની સપાટીએ બંધ રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સ 101.50 ડોલરથી 102.25 ડોલરની સપાટીએ સરક્યો છે.