કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટે બેંકિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ લોંચ કર્યું
NFO 6 ફેબ્રુઆરીએ ખુલી 20 ફેબ્રુઆરીએ બંધ થશે |
મુંબઇ: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (“કેએમએએમસી” / કોટક મ્યુચ્યુઅલ ફંડ)એ કોટક બેંકિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બેંકિગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટર્સમાં રોકાણ કરે છે. જાહેર સબસ્ક્રિપ્શન માટે સ્કીમ 06 ફેબ્રુઆરી, 2023ના રોજ ખૂલશે અને 20 ફેબ્રુઆરી, 2023ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ રૂ. 5,000 અને ત્યારબાદ ખરીદી માટે રૂ. 1 અને એનએફઓ સમયગાળામાં સ્વિચિસ દરમિયાન રૂ. 0.01ના ગુણાંકમાં કરી શકશે. આ સક્રિય રીતે મેનેજ થતાં સેક્ટરલ ફંડના રોકાણનો ઉદ્દેશ્ય પોર્ટફોલિયોમાં લાંબાગાળે મૂડી સર્જન હાંસલ કરવાનો છે, જે મુખ્યત્વે બેંકિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરમાં કાર્યરત કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યુરિટીઝમાં રોકાણ કરશે. જોકે, સ્કીમના રોકાણનો હેતુ હાંસલ થશે તેવી કોઇ ખાતરી આપી શકાય નહીં. બેંકો એ બેંકિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ સેગમેન્ટનો મહત્વપૂર્ણ હિસ્સો છે તથા સામાન્ય રીતે અર્થતંત્ર જે દરે વૃદ્ધિ કરે તેના 1.5થી 2.0 ગણા દરે વૃદ્ધિ પામતા જોવા મળે છે. આથી અર્થતંત્રમાં સતત વૃદ્ધિ આગામી સમયમાં આ સેક્ટરને મદદરૂપ બનવાની શક્યતા છે.
કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ઇવીપી, ફંડ મેનેજર અને હેડ-ઇક્વિટી રિસર્ચ શિબાની સિરકર કુરિયને જણાવ્યું હતું કે, અમે અમારા ગ્રાહકોને આ ફંડ ઓફર કરતાં ખુશ છીએ. ભારતમાં બીએફએસઆઇ સેક્ટરે ઘણી લાંબી મજલ કાપવાની છે અને વૈશ્વિક સરેરાશની તુલનામાં તેની સરેરાશ નીચી છે, જ્યાં માત્ર 7 ટકા ભારતીય વસતી માટે ફંડ ફોલિયોની છે, જેની સામે વૈશ્વિક સરેરાશ 23 ટકા છે, અથવા જીવન વીમામાં જીડીપીનો માત્ર 3 ટકા પ્રીમિયમ પ્રમાણ છે, જેની સામે ટોચના 5 દેશોમાં 10 ટકા છે, નોન-લાઇફ ઇન્સ્યોરન્સની પહોંચ 1 ટકાથી નીચે છે, જેની સામે વૈશ્વિક ટકાવારી 4 ટકા છે તેમજ પ્રતિ 1000 લોકોની વસતી ઉપર માત્ર 15 બ્રાન્ચ છે, જેની સામે વિકસિત દેશોમાં 27 બ્રાન્ચ છે. આ દરેક પરિબળ સેક્ટરમાં વૃદ્ધિની સંભાવનાઓ ઓફર કરે છે. મુખ્ય વિશેષતાઓમાં આ ફંડ બેંકો, નોન-બેંક, વીમા, બ્રોકિંગ, એસેટ મેનેજમેન્ટ અને ફિનટેકમાં રોકાણ સહિત સેગમેન્ટની અંદર જ વૈવિધ્યકરણની તક ઓફર કરે છે. આ ઉપરાંત ફંડ તમામ બેંકિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્રે માર્કેટ કેપ અને સબ-સેક્ટરમાં પણ રોકાણની તકો તરફ નજર દોડાવશે. મુખ્ય રોકાણ મેટ્રિકના ભાગરૂપે ફંડ મેનેજર બિઝનેસ, મેનેજમેન્ટ, વેલ્યુએશન (બીએમવી)નો ઉપયોગ કરતાં કંપનીની ઓળખ કરવામાં બોટમ-અપ અભિગમને અનુસરશે.