મુંબઇ: હાજર બજારોમાં આવકોના બોજનાં કારણે કૄષિ કોમોડિટીનાં ભાવ દબાતા આજે એકંદરે બજારો ઢીલાં હતા. તેથી વાયદામામ પણ સામુહિક વેચવાલી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૨૨૪.૩૦ ખુલી સાંજે ૮૦૩૬.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૨૧૭ રૂ. ખુલી ઉંચામાં ૮૨૧૭ તથા નીચામાં ૮૨૧૭ રૂ. થઇ સાંજે ૮૨૧૭ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૮૨ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૦૨ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, સ્ટીલ, હળદર તથા કપાસનાં ભાવ ઘટ્યા  મથાળે બંધ રહ્યા હતા.

આજે એરંડાના ભાવ ૭૦૩૪ રૂ. ખુલી ૭૦૧૬ રૂ., દિવેલનાં ભાવ ૧૪૫૦ રૂ. ખુલી ૧૪૫૦ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૭૪ રૂ. ખુલી ૨૭૬૦ રૂ., ધાણા ૭૬૮૮ રૂ. ખુલી ૭૪૬૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૬૦૪૭ રૂ. ખુલી ૫૯૪૮ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૭૮૦ રૂ. ખુલી ૧૨૫૨૧ રૂ., જીરાનાં ભાવ ૩૩૮૦૫ રૂ. ખુલી ૩૨૬૧૫ રૂ., કપાસનાં ભાવ ૧૬૦૩.૦૦ રૂ. ખુલી ૧૬૦૧.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૬૩૦ ખુલી ૪૮૫૬૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૩૯૦  રૂ. ખુલી ૭૩૦૦ રૂ. બંધ રહ્યા હતા.