અમદાવાદઃ અદાણી પાવર (Adani Power)એ ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બરના અંતે પુરાં થયેલા ત્રીજાં ત્રિમાસિક (Q3FY23) ગાળા માટે ચોખ્ખો નફો 96 ટકા ઘટી રૂ. 8.7 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹218.5 કરોડનો નફો નોંધાવ્યો હતો. જો કે, કોન્સોલિડેટેડ ધોરણે ત્રિમાસિક કુલ આવકો ગત વર્ષની રૂ. 5594 કરોડની સરખામણીએ 48 ટકા વધી રૂ. 8290 કરોડ નોંધાવી છે. ઈંધણના ઉંચા ભાવોના કારણે EBITDA ગતવર્ષે 2003 કરોડ સામે ઘટી 1996 કરોડ થયા છે. કંપનીનો કુલ ₹5,389.24 કરોડથી વધીને ₹8,078.31 કરોડ થયો હતો. અદાણી પાવર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, અદાણી પાવર લિમિટેડે સતત પ્રોજેક્ટ એક્ઝિક્યુશન, પાવર પ્લાન્ટની કામગીરીમાં ઉત્કૃષ્ટતા, અને ઇંધણ અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટમાં ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું છે, જેણે તેને સ્ટ્રેસ પાવર એસેટ્સ દૂર કરવામાં મદદ કરી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં કંપનીની કુલ આવકો 75 ટકા વધી રૂ. 32245 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 18379 કરોડ હતી.

પરીણામના પગલે શેરમાં 5 ટકાની તેજીની સર્કીટ

Adani Powerનો શેર આજે 5 ટકા અપર સર્કિટ સાથે 182 થયો હતો. જે ગઈકાલના બંધ 173.35 સામે આજે નજીવા ઘટાડે 172.75 પર ખૂલ્યા બાદ સતત સુધર્યો હતો.