સેન્સેક્સ 58348 પોઇન્ટની સપાટી પણ તોડે તેવી આશંકા
અમદાવાદ, 12 માર્ચઃ ભારતીય ઇક્વિટી સેગ્મેન્ટમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની નેટ વેચવાલી સામે સ્થાનિક નાણાકીય સંસ્થાઓની નેટ ખરીદીના ટેકાનો પનો ટૂંકો પડી રહ્યો છે. SENSEX હવે 58000 પોઇન્ટની અને NIFTY પણ 17000 પોઇન્ટ જાળવી રાખશે કે કેમ તેવાં સવાલો બજાર નિષ્ણાતોના મનનાં ઊઠી રહ્યા છે. સામાન્ય રોકાણકારો હાલ તો ફારગતિ લઇ રહ્યા છે. બજેટ દિવસના હાઇ 60773.44એ અને ડિસેમ્બરથી ફેબ્રુઆરીની 3 માસ જૂની અવરોધ રેખાએ સોમવારથી જ બજારની અપવર્ડ મુવને અવરોધી તેજીનો રંગ ફિક્કો પાડ્યો છે અને ટકાઉ સુધારા માટે વટાવવો જરૂરી હતો એ 61682નો ફેબ્રુઆરીનો હાઇ હવે અઢી હજાર પોઇન્ટ દૂર થઇ ગયો છે. 59135.13ના સ્તરે બંધ રહેલ SENSEX 200 દિવસીય એવરેજ 58348ને તોડી પણ શકે છે.
- NIFTY 17412.90 બંધ, 200 દિવસીય એવરેજ 17339ના સ્તરે. શુક્રવારે 17324.35 થઇ બંધ જાન્યુઆરી 2023ના 17405.55(30-01-23)ના લો પાસે જ આપ્યું
- BANK NIFTY ગગડીને 40485.45 થઇ ગયો. 39247 આસપાસની 200 દિવસીય એવરેજ તોડે તો 30-09-22ના 37386.35ના લો ભાવને ટેસ્ટ કરવા આવે એવી શક્યતા હજૂ પણ.
- શુક્રવારે DOW JONESએ 31909 બંધ આપ્યું. માસિક ચાર્ટ પર જાન્યુઆરી 2023નો 34342નો અને ડિસેમ્બર 2022નો 34711નો હાઇ ફેબ્રુઆરીમાં ક્રોસ થયો નથી અને જાન્યુઆરીનું 32812નું તળિયું તોડી નવેમ્બરના 31728ના લૉ ભાવની સાવ નજીક 31784 સુધી જઇ આ અગ્રણી વૈશ્વિક આંકે પોતાની નબળાઇ છતી કરી છે