અમદાવાદ, 23 માર્ચઃ અમદાવાદ હાજર બજારમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂ. 600ના ઉછાળા સાથે રૂ. 61000ની ટોચે આંબી ગયો હતો. જ્યારે ચાંદી કીલોદીઠ રૂ. 500ના સુધારા સાથે રૂ. 69500ની સપાટીએ સ્પર્શી ગઇ હતી. સેફહેવન સોના-ચાંદીમાં સતત વધી રહેલા ચળકાટ માટે નિષ્ણાતો એવું કારણ આપી રહ્યા છે કે, વર્લ્ડ ઇકોનોમિની ખરાબ સ્થિતિ અમેરીકામાં બેન્કોની વણસેલી સ્થિતિ તેમજ ઘરઆંગણે ઇક્વિટી માર્કેટમાં નેગેટિવ રિટર્નના કારણે રોકાણકારો સલામત મૂડીરોકાણ સ્રોત તરીકે સોના-ચાંદી તેમજ બેન્ક એફડી ઉપર પસંદગી ઉતારી રહ્યા છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ઔંશ દીઠ સોનું 31 ડોલરના ઉછાળા સાથે 1981 ડોલર આસપાસ મૂકાતું હતું. જ્યારે ચાંદી 23 ડોલર આસપાસ મૂકાતી હતી. પ્લેટિનમ 2 ડોલરના સુધારા સાથે 8989 ડોલર અને પેલેડિયમ 15 ડોલરના ઘટાડા સાથે 1430 ડોલર આસપાસ મૂકાતા હતા.

વિગતબંધસુધારો
ચાંદી ચોરસા69000- 69500500
ચાંદી રૂપુ67300- 69300500
સિક્કા જૂના700-900
999 સોનું58500- 61000600
995 સોનું58300-60800600
હોલમાર્ક59780210