IIM સંબલપુર, તા. 30 માર્ચઃ  IIM સંબલપુરે પોતાની સ્થાપના પછી 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કરવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સંસ્થાએ તાજેતરમાં જ પોતાની એમબીએ બેચ (2021-23) માટે વાર્ષિક 64.61 લાખ (ડોમેસ્ટિક) અને વાર્ષિક રૂ. 64.15 લાખ (ઈન્ટરનેશનલ)ના સર્વોચ્ચ પેકેજ સાથે 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કર્યું છે. ભારત સરકાર દ્વારા 2015માં સ્થાપિત IIM સંબલપુરે ઔદ્યોગિક માનસિકતા સાથે જવાબદારીપૂર્ણ અગ્રણી વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો નિરંતર પ્રયાસ કર્યો છે. સંસ્થાનમાં સુસજ્જિત ડિજિટલ અને સ્માર્ટ ક્લાસીસ દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આના પરિણામે સંસ્થાને ઉચ્ચતમ વેતનમાં 147 ટકાની વૃદ્ધિ સાથે પ્લેસમેન્ટ સેશન પૂરું કર્યું છે. સરેરાશ વેતન વર્ષે રૂ. 16.64 લાખ છે અને એમબીએ બેચ 2021-23 માટે સરેરાશ વેતન વર્ષે રૂ. 16 લાખ છે. જોકે, મહિલા વિદ્યાર્થીઓ માટે સરેરાશ વેતન વાર્ષિક રૂ. 18.25 લાખ છે. બેચના ટોપ 10 વિદ્યાર્થીઓ માટે સરેરાશ વેતન વર્ષે રૂ. 31.69 લાખ છે.

PROF. MAHADEO JAISWAL, DIRECTOR, IIM SAMBALPUR

IIM સંબલપુરમાં છેલ્લા છ વર્ષના પ્લેસમેન્ટ્સનો રેકોર્ડ

પ્લેસમેન્ટ વર્ષ         એવરેજ પ્લેસમેન્ટ (રૂ. લાખમાં)       સર્વોચ્ચ પ્લેસમેન્ટ (રૂ. લાખમાં)

પ્લેસમેન્ટ 2023       16.64                                  64.61

પ્લેસમેન્ટ 2022       13.26                                  26.19

પ્લેસમેન્ટ 2021       11.21                                  21.00

પ્લેસમેન્ટ 2020       11.62                                  18.92

પ્લેસમેન્ટ 2019       11.33                                  58.00

પ્લેસમેન્ટ 2018       10.55                                  60.74

પ્લેસમેન્ટ 2017       9.15                                   13.80

ટોચના રિક્રૂટર્સ એટ એ ગ્લાન્સ

આ વર્ષની પ્લેસમેન્ટ સિઝનમાં 130થી વધુ રિક્રૂટર્સે ભાગ લીધો હતો. પહેલી વખત ભરતી કરનારા સંસ્થાનોમાં 44 ટકાનો વધારો જોવા મળ્યો હતો જેઓ કેમ્પસની શ્રેષ્ઠ પ્રતિભાઓ શોધવા માટે આવી હતી. ટોપ રિક્રૂટર્સમાં માઈક્રોસોફ્ટ, તોલારામ, અદાણી, વેદાંતા, માઈક્રોન, આદિત્ય બિરલા, જિંદાલ ગ્રુપ, અમૂલ, જીએમઆર ગ્રુપ, એએમ/એનએસ ઈન્ડિયા, ટ્રેસવિસ્ટા, એમેઝોન, એસેન્ચર, કોગ્નિઝન્ટ, આઈસીઆઈસીઆઈ, બોશ, બ્લ્યૂસ્ટોન, ડેલોઈટ, અર્નેસ્ટ એન્ડ યંગ, પીડબ્લ્યુસી, ગાર્ટનર, લોવ્સ, ફૂલરટન, કેન્સાઈ નેરોલેક, એઝકો નોબલ, ક્રિસિલ, કેપજેમિનિ, ટાટા પાવર અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.